રિલેશનશિપ પર આમિરની દીકરી ઈરા ખાનઃ હું કંઈ પણ છૂપાવવા નથી માંગતી

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઈરા ખાન પોતાના એક ઈટરવ્યુના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી ઈરા ખાન સોશિયલ મીડિયાની ઘણી ચર્ચિત હસ્તીઓમાંની એક છે. ઘણી વાર તે પોતાના ફોટાના કારણે સમાચારોમાં છવાયેલી રહે છે. આ વખતે તે માત્ર ફોટા જ નહિ પરંતુ પોતાના એક ઈટરવ્યુના કારણે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે ઈરા ખાન

વાસ્તવમાં એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ઈરાએ કહ્યુ કે તે મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે અને તેણે પોતાની રિલેશનશિપ છૂપાવવાની જરૂર નથી. ઈરાએ કહ્યુ કે મારુ માનવુ છે કે કોઈની સાથે રિલેશનશિપમાં રહેવુ કોઈ ગુનો નથી એટલા માટે મે મારા સંબંધને ઈન્સ્ટાગ્રામ પર સાર્વજનિક કરી દીધો હતો, મે ત્યાં એ જ પોસ્ટ કર્યુ જે હું ફીલ કરી રહી હતી. જ્યારે હું કોઈને પ્રેમ કર્ છુ તો આમાં છૂપાવવા જેવુ શું છે. વાસ્તવમાં ઈન્ટરવ્યુમાં ઈરાને ઓપન રિલેશનશિપ કેટલી યોગ્ય છે તેના પર સવાલ કરવામાં આવ્યો હતો.

ઈરાએ ખુલીને કરી પોતાની રિલેશનશિપની વાત

ઈરાએ કહ્યુ કે તેનુ માનવુ છે કે આ બધુ વ્યક્તિનપ્રકૃતિ પર નિર્ભર કરે છે, જો વ્યક્તિને લાગે છે કે તેણે પોતાના સંબંધ વિશે જણાવી દેવુ જોઈએ તો તેણે પોતાના રિલેશનશિપને પબ્લિક કરી દેવુ જોઈએ અને જો વ્યક્તિને લાગે છે કે તેણે ના જણાવવુ જોઈએ તો રિલેશનશિપને પબ્લિક ન કરવુ જીએ. ઈરાએ કહ્યુ કે હું દરેક વસ્તુ ખોલી નાખવાના પક્ષમાં નથી પરંતુ અમુક વસ્તુઓ છૂપાવવા પણ નથી માંગતી.

કોણ છે મિશાલ કૃપલાની

તમને જણાવી દઈએ કે મિશાલ કૃપલાની ન્યૂયોર્ક બેઝ્ડ મ્યૂઝિક કંપોઝર, પ્રોડ્યુસર અને આટિસ્ટ છે. ગયા વર્ષે એક ફેને ઈરાને ઈન્સ્ટાગ્રામ પર પૂછ્યુ કે ઈરા શું તમે કોઈને ડેટ કરી રહ્યા છો, તેના જવાબમાં ઈરાએ ફોટો શેર કરીને મિશાલ કૃપલાનીને ટેગ કર્યા હતા.

નિર્દેશનનો શોખ છે ઈરાને

નિર્દેશનનો શોખ છે ઈરાને

તમને જણાવી દઈએ કે પોતાના પપ્પની જેમ ઈરાને અભિનેય કરવાનો શોખ નથી પરંતુ તેને નિર્દેશનનો શોખ છે. ઈરાએ પોતાના નિર્દેશનની શરૂઆત યુરિપિડ્ઝ મેડિયા એક નાટ્ય રૂપાંતરણ સાથે કરી હતી. ઈરાએ સંગીતનુ અધ્યયન કર્યુ છે જ્યારે તેના ભાઈ જુનેદ ઘણીવાર ફિલ્મ નિર્માણમાં પોતાના પિતાની મદદ કરે છે, આમિર ખાને રીના સાથે છૂટાછેડા લીધા બાદ ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા છે. તેમને એક 8 વર્ષનો પુત્ર આઝાદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X