Jio Filmfare Awards 2018: શાહરૂખ-સલમાન નહીં, આ એક્ટર છવાયા
63rd Jio Filmfare Awards 2018, સંપૂર્ણ વિનર્સ લિસ્ટના શાહરૂખ, ના સલમાન, ના અક્ષય, છવાયા માત્ર એક સ્ટારકોણ છે એ? જાણો અહીં...
ફિલ્મફેર એવોર્ડ્સ 2018. નવા વર્ષની શરૂઆત સાથે જ વિવિધ એવોર્ડ્સની હારમાળા શરૂઆત છે અને તેમાં ફિલ્મફેર સૌથી જાણીતા અને લોકપ્રિય એવોર્ડ સમારંભામાંનો એક છે. જિયો ફિલ્મફેર 63મા અવોર્ડ માટે સેલિબ્રિટીઓ જોરશોરથી રિહર્લ કરી રહ્યાં હતા અને તેની અનેક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. રવિવારે રાત્રે આ 8 વાગે આ એવોર્ડ ફંક્શન ટીવી પર પ્રસારિત કરવામાં આવશે, પરંતુ એ પહેલાં આ ફિલ્મફેરની ટ્રોફી ઘરે લઇ જનારા વિજેતાઓના નામ જાહેર થઇ ચૂક્યાં છે. આ વર્ષે ફિલ્મફેરે નિષ્પક્ષ રહેવાની પૂર્ણ કોશિશ કરી છે એમ કહી શકાય. ફિલ્મફેર એવોર્ડમાં શાહરૂખ ખાન ના હોય એવું તો કેમ બને? બોલિવૂડના કિંગ ખાને શાહરૂખે આ શો હોસ્ટ કર્યો હતો અને તેમને સાથ આપ્યો હતો પ્રિય મિત્ર કરણ જોહરે.

બેસ્ટ એક્ટર 2018
બેસ્ટ એક્ટર લીડિંગ રોલ મેલ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો ઇરફાન ખાનને, ફિલ્મ 'હિંદી મીડિયમ' માટે. બેસ્ટ એક્ટર લીડિંગ રોલ ફિમેલનો એવોર્ડ મળ્યો છે વિદ્યા બાલનને, ફિલ્મ 'તુમ્હારી સુલુ' માટે. બેસ્ટ એક્ટરનો ક્રિટિક એવોર્ડ મળ્યો ફિલ્મ 'ટ્રેપ્ડ' માટે રાજકુમાર રાવને અને બેસ્ટ એક્ટર ક્રિટિક ફિમેલનો એવોર્ડ લઇ ગઇ ઝાયરા વસીમ, ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' માટે.

બેસ્ટ ફિલ્મ 2018
ફિલ્મફેર એવોર્ડ્સ 2018માં બેસ્ટ ફિલ્મ પોપ્યુલરની ટ્રોફી ફિલ્મ 'હિંદી મીડિયમ'ને ફાળે ગઇ છે. ઇરફાન ખાન અને પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી અને સુપરહિટ રહી હતી. તો બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સનો એવોર્ડ મળ્યો અમિત મસૂરકરની 'ન્યૂટન'ને, જેમાં રાજકુમાર રાવ મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા. ઇલેક્શન પર આધારિત આ ફિલ્મ ખૂબ સુંદર રીતે બનવવામાં આવી છે. સલમાન, શાહરૂખ, અજય દેવગણ, કરણ જોહર જેવા મોટા સ્ટાર્સની ફિલ્મને બાજુએ રાખી ડિઝર્વિંગ ફિલ્મને ટ્રોફી મળતી જોઇ બોલિવૂડ રસિયાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા હશે.

સપોર્ટિંગ રોલ
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર મેલનો એવોર્ડ પણ રાજકુમાર રાવના ફાળે ગયો હતો, ફિલ્મ 'બરેલી કી બરફી' માટે. તો બેસ્ટ સપોર્ટિંગ એક્ટર ફિમેલનો એવોર્ડ મળ્યો મેહેર વિજને, ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર' માટે. શોર્ટ ફિલ્મના બેસ્ટ એક્ટર મેલનો એવોર્ડ જેકી શ્રોફને એનાયત કરવામાં આવ્યો હતો, ફિલ્મ 'ખુજલી' માટે. શોર્ટ ફિલ્મ માટે બેસ્ટ ફિમેલ એક્ટર બની શેફાલી શાહ, ફિલ્મ 'જ્યૂસ' માટે.

બેસ્ટ ડાયરેક્ટર 2018
ફિલ્મ 'બરેલી કી બરફી' માટે ડાયરેક્ટર અશ્વિની તિવારીને બેસ્ટ ડાયરેક્ટર પોપ્યૂલરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો કોંકણા સેન શર્માને, ફિલ્મ 'ડેથ ઇન ધ ગુંજ' માટે.

બેસ્ટ મ્યૂઝિક 2018
ફિલ્મ 'જગ્ગા જાસૂસ' માટે પ્રીતમને બેસ્ટ મ્યૂઝિકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ જ ફિલ્મના ગીત 'ઉલ્લુ કા પઠ્ઠા' માટે અમિતાભ ભટ્ટાચાર્યને બેસ્ટ લિરિક્સનો એવોર્ડ આપવામાં આવ્યો. બેસ્ટ સિંગર મેલનો એવોર્ડ ફિલ્મ 'બદ્રીનાથ કી દુલ્હનિયા'માં 'રોકે ના રુકે નેના'ને અવાજ આપનાર અરિજિત સિંહને મળ્યો અને બેસ્ટ ફિમેલ સિંગર બની મેઘના મિશ્રા, ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'ના ગીત 'નચદી ફીરાં' માટે.

બેસ્ટ સ્ટોરી 2018
અમિત વી મસૂરકરની જ ફિલ્મ 'ન્યૂટન'ને બેસ્ટ સ્ટોરીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકરની મજેદાર અને હટકે ફિલ્મ 'શુભ મંગલ સાવધાન' માટે હિતેશ કૌશલ્યને બેસ્ટ ડાયલોગનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ 'મુક્તિ ભવન' માટે શુભાશીષ ભૂટિયાનીને બેસ્ટ સ્ક્રિનપ્લેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટેક્નિકલ એવોર્ડ્સ
- બેસ્ટ કોરિયોગ્રાફી - વિજય ગાંગુલી અને રુએલ વરિન્દાની, ગીત: ગલ્તી સે મિસ્ટેક, ફિલ્મ: જગ્ગા જાસૂસ
- બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર - પ્રીતમ, ફિલ્મ: જગ્ગા જાસૂસ
- બેસ્ટ એક્શન - ટોમ સ્ટ્રૂથર્સ, ફિલ્મ: ટાયગર ઝિંદા હે
- બેસ્ટ સિનેમેટોગ્રાફી - શ્રીશા રે, ફિલ્મ: અ ડેથ ઇન ધ ગુંજ
- બેસ્ટ એડિટિંગ - નીતિન બૈદ, ફિલ્મ: ટ્રેપ્ટડ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
