આ 5 Reasons તમને ખેંચી જશે રૉય તરફ...

મુંબઈ, 27 ડિસેમ્બર : ફિલ્મ રૉય વર્ષ 2015માં રિલીઝ થનારી પહેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. વિક્રમજીત સિંહના દિગ્દર્શન હેઠળ નિર્મિત રૉયમાં જૅકલીન ફર્નાન્ડીઝ તથા અર્જુન રામપાલ લીડ રોલમાં છે, જ્યારે રણબીર કપૂર કૅમિયો ભજવતા નજરે પડશે. જોકે હજી સુધી આ ફિલ્મને રણબીરની ફિલ્મ કહી પ્રચારિત કરાઈ રહી છે.

રૉય એક સસ્પેંસ થ્રિલર ફિલ્મ છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ટ્રેલર લોકોને ગમ્યુ પણ છે. આપને જણાવી દઇએ કે રૉયનું ટ્રેલર અને તેના ગીતો ફિલ્મો જોવા પ્રત્યેની ઉત્સુકતા વધારી રહ્યાં છે. તેના ટ્રેલરની સૌથી શ્રેષ્ઠ બાબત એ છે કે દિગ્દર્શકે તેમાં માત્ર સસ્પેંસ જ નથી જાળવ્યું, પણ ડાયલૉગ્સ દ્વારા ઉત્સુકતા ઓર વધારવાનું કામ કર્યું છે.

હાલ તો સ્લાઇડરમાં વાંચો એવા 5 કારણો કે જે રૉય જોવા માટે પ્રેરે છે :

વણજોયેલી કાસ્ટ

વણજોયેલી કાસ્ટ

રૉયની વાર્તા જેની ઉત્સુકતા પેદા કરે છે, તેના કરતા વધુ વિચિત્ર છે તેની સ્ટાર કાસ્ટ. અર્જુન રામપાલ,રણબીર કપૂર તથા જૅકલીન ફર્નાન્ડીઝ પહેલી વખત મોટા પડદે સાથે દેખાશે. અર્જુનને આપણે છેલ્લી ડી ડે ફિલ્મમાં જોયા હતાં, જ્યારે જૅકલીન સલમાન ખાન સાથે કિકમાં દેખાયા હતાં. ખેર, ફિલ્મનું ટ્રેલર જોયા બાદ સ્પષ્ટ છે કે ત્રણે એક્ટરોએ આ ફિલ્મમાં પોતાનો જાન લગાવી દીધો છે. આ વણજોયેલી કાસ્ટ જોવાનો લોકો દિલ થામી ઇંતેજાર કરી રહ્યા છે.

વિક્રમજીત સિંહનું ડેબ્યુ

વિક્રમજીત સિંહનું ડેબ્યુ

રણબીર કપૂર પોતાની ફિલ્મોની પસંદગીની સાથે-સાથે પોતાના દિગ્દર્શકોની પસંદગી અંગે પણ ખૂબ જ ચૂઝી છે. તેવામાં એક નવા ડાયરેક્ટર પર આટલો ભરોસો દાખવવો આપણને પણ આ ફિલ્મ તરફ આકર્ષે છે. રૉયનું દિગ્દર્શન વિક્રમજીત સિંહે કર્યું છે. આટલી મોટી સ્ટાર કાસ્ટસાથે બૉલીવુડમાં ડેબ્યુ કરવાની તક બહુ ઓછા ડાયરેક્ટર્સને મળે છે. એટલે સ્વાભાવિક રીતે જ વિક્રમજીત સિંહ પાસે આપણને આશા છે કે આ તકને તેમણે સારી રીતે વટાવી હશે.

રણબીર કપૂર

રણબીર કપૂર

રૉય જાહેરમાં રણબીરની ફિલ્મ તરીકે પ્રચારિત કરાય છે, જ્યારે ફિલ્મમાં જૅકલીન અને અર્જુન લીડ રોલમાં છે. રણબીરે માત્ર કૅમિયો ભજવ્યો છે, પરંતુ આમ છતાં રૉયને રણબીરની ફિલ્મ બતાવાઈ રહી છે. ફિલ્મનું બીજુ ગીત પણ રિલીઝ કરાયું છે કે જેમાં રણબીર બાઇક પર ગીત ગાતા નજરે પડે છે. આ રોમાંટિક ગીત છે કે જેમાં રણબીર શાનદાર લાગે છે. ખેર, હવે એ જાણવાની ઉત્સુકતા છે કે કૅમિયો હોવા છતાં રણબીરને આટલી હાઇપ કેમ અપાઈ રહી છે.

જૅકલીનનો ડબલ રોલ

જૅકલીનનો ડબલ રોલ

રૉયમાં જૅકલીન ફર્નાન્ડીઝ ડબલ રોલમાં છે. હા... ઘણા વખત બાદ આપણને કોઇક ફિલ્મમાં કોઇક હીરોઇન ડબલ રોલમાં જોવા મળશે. કદાચ કોઇક સસ્પેંસ થ્રિલર ફિલ્મમાં પણ પહેલી વખત કોઈ અભિનેત્રી ડબલ રોલમાં દેખાશે. જૅકલીન પોતાના અભિનયની છાપ અનેક ફિલ્મોમાં છોડી છે. સલમાન સાથે જૅકલીનની કિકમાં બનેલી જોડી લોકોને ગમી હતી. ખેર, હવે જૅકલીન પાસે લીક સે હટકે કંઈ કરી બતાવવાની તક છે.

સસ્પેંસ ફિલ્મ

સસ્પેંસ ફિલ્મ

રૉય એક સસ્પેંસ થ્રિલર ફિલ્મ છે. તેનું ટ્રેલર પસંદ કરાઈ રહ્યું છે. ફિલ્મની વાર્તા ખૂબ વળાંકો ધરાવતી લાગે છે અને ટ્રેલરમાં દિગ્દર્શકે સસ્પેંસ જાળવી રાખ્યું છે. તેનો એક ડાયલૉગ - યહ કહાની ઐસે ખત્મ હોગી, સોચા નહીં થા... લોકોને પસંદ પડી રહ્યો છે. ફિલ્મમાં અર્જુન રામપાલ ખૂબ જ મજબૂત રોલમાં છે. એટલે ફિલ્મ જોવાનું મન તો થશે જ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X