આ 5 Reasons ઉશ્કેરશે હૉટ બિપાશાની હૉટેસ્ટ ઍલોન જોવા માટે...
મુંબઈ, 9 જાન્યુઆરી : બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર અભિનીત મોસ્ટઅવેટેડ ફિલ્મ ઍલોન આવતા શુક્રવારે થિયેટરોમાં આવી રહી છે. ભૂષણ પટેલ પોતાની બે પ્રથમ હૉરર ફિલ્મોથી ખૂબ લોકપ્રિય થઈ ચુક્યાં છે. 1920 દ એવિલ રિટર્ન્સ તથા રાગિણી એમએમએસ 2 જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુકેલા ભૂષણ હવે ઍલોન લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મના ટ્રેલરને યૂટ્યુબ પર જોરદાર હિટ્સ મળી રહી છે.
બિપાશા બાસુએ પોતાની ફિલ્મ ઍલોન વિશે જણાવ્યું કે આ તેમની અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ હશે. હવે આ સાચુ છે કે કેમ? એ તો આપને ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે, પરંતુ હાલ તો અમે આપને 5 એવા કારણો બતાવવાજઈ રહ્યાં છે કે જે આપને ઍલોન જોવા માટે થિયેટર સુધી જવા ઉશ્કેરશે.
તો પછી ક્લિક કરો સ્લાઇડર પર અને જોઈ લો ઍલોન જોવાના 5 કારણો :

મોસ્ટઅવેટેડ હૉરર ફિલ્મ
બૉલીવુડમાં હૉરર ફિલ્મો બનાવવાની જવાબદારી ઘણા દિગ્દર્શકોએ ઉપાડી રાખી છે. તેમાંના એક છે ભૂષણ પટેલ. 1920 ધ એવિલ રિટર્ન્સ તથા સન્ની લિયોનને હિટ કરનાર રાગિણી એમએમએસ 2 બાદ ભૂષણ પટેલ પાસે લોકોની ઍલોનને લઈને આશાઓ વધી ગઈ છે. એટલે જો આપ એક્શન અને કૉમેડી ફિલ્મોથી ત્રાસી ગયા હોવ, તો આ હૉરર ફિલ્મ આપને એક અલગ ફ્લૅવર આપશે.

હૉરર ક્વીન બિપાશાનો ડબલ રોલ
બૉલીવુડમાં ડબલ રોલ કરવા માટે બહુ ઓછા કલાકારો તૈયારી બતાવે છે, કારણ કે તેનાથી ફિલ્મ ફ્લૉપ થવાના ચાન્સિસ વધી જાય છે, પરંતુ બિપાશાએ ફરી એક વાર આ ચાન્સ લીધો છે. ઍલોનમાં બિપાશા જોડકા બહેનોનો રોલ કરી રહ્યાં છે, જેમાંની એકનું ઑપરેશન દરમિયાન મોત થઈ જાય છે. આપને જણાવી દઇએ કે બિપાશાના આ લુકને ટ્રેલરમાં બહુ પસંદ કરાયો છે.

ટીવીના ઓવર હાઇપ્ડ એક્ટર કરણ સિંહ ગ્રોવર
કરણ સિંહ ગ્રોવર ટેલીવિઝન ઇંડસ્ટ્રીના સૌથી ઓવર હાઇપ્ડ એક્ટરોમાંના એક છે. એટલે તેમને બૉલીવુડમાં એન્ટ્રી તો મળી ગઈ, પરંતુ હવે જોવાનું એ છે કે કરણ આ ફિલ્મ સાથે આગળનો રસ્તો કઈ રીતે બનાવે છે. અત્યંત લોકપ્રિય ટીવી શોમાં કામ કરવાના કારણે કરણનું ફૅન ફૉલોઇંગ જોરદાર છે.

અત્યાર સુધીના સૌથી હૉટ બિપાશા
જ્યારે પણ બૉલીવુડના હૉટ અભિનેત્રીઓની વાત આવે, ત્યારે વગર સંકોચે તેમાં બિપાશાનો નામ સામેલ કરી દેવાય છે. ઍલોન અંગે બિપાશાએ જ કહ્યું છે કે આ તેમની અત્યાર સુધીની સૌથી હૉટ ફિલ્મ હશે. એટલે આપને હૉટ બિપાશાનો હૉટેસ્ટ અવતાર જોવો હોય, તો આ ફિલ્મ ચોક્કસ જોવા જજો.

ભૂષણનો તડકો
ભૂષણ પટેલની ફિલ્મોમાં હૉરરની સાથે-સાથે મસાલાની કમી નથી હોતી, તો બીજી બાજુ બિપાશા બાસુ પણ હૉરર ફિલ્મો કરવામાં માહેર છે. રાઝ, આત્મા, ડરના જરૂરી હૈ, ક્રીચર 3ડી સુધીની તમામ હૉરર ફિલ્મો તેઓ કરી ચુકયાં છે. એટલે એક જોરદાર સ્પાઇસી હૉરર ફિલ્મ જોવાની ઇચ્છા હોય, તો ઍલોન જોઈ શકાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
