આ 5 કારણોના લીધે, પ્રેમ રતન ધન પાયો ક્રોસ કરશે 300 કરોડ!
12 નવેમ્બર એટલે કે આપણા નવા વર્ષના દિવસે સૂરજ બડજાત્યા નિર્મિત અને સુપર સ્ટાર સલમાન ખાન સ્ટાર્ર મચ અવેટેડ ફિલ્મ પ્રેમ રતન ધન પાયો રિલિઝ થશે. ત્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 300 કરોડની કમાણી તો આમ કરી દેશે તેવું જાણકારોનું માનવું છે.
એટલું જ નહીં આપણા અમદાવાદના મોટા ભાગના થિયેટર અને મલ્ટીપ્લેક્સમાં તો પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ થઇ ગયું છે. તથા 90 ટકા ટિકિટો એડવાન્સ બુકિંગમાં વેચાઇ પણ ગઇ છે. ત્યારે તેવું તો શું ખાસ છે કે આ ફિલ્મ 300 કરોડ તો ચપટી વગાડતા કરી લેશે તે વિષેના કારણો અંગે અમે જાણવાનો પ્રયાસ કર્યો.
ત્યારે બોલિવૂડના જાણકારોના મતે આ ફિલ્મમાં તેવી ધણું છે જે આ ફિલ્મને સુપર હિટ બનાવી શકે છે. અને બોક્સઓફિસ પર પૈસાની ટંકશાળ પાડી શકે છે. નોંધનીય છે કે 16 વર્ષ બાદ સૂરજ બડજાત્યા અને સલમાન ખાન સાથે કામ કરી રહ્યા છે. 16 વર્ષ પછી ફરીથી સલમાન ખાન તેના લોકપ્રિય કેરેક્ટર પ્રેમ તરીકે રૂપેરી પડદે ફરીથી દેખાવાનો છે. ત્યારે અન્ય તેવા કયા કારણો છે જે આ ફિલ્મને સુપર હીટ બનાવી શકે છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ફ્રેશ પેર
પ્રેમ રતન ધન પાયો ફિલ્મમાં સલમાન ખાન અને સોનમ કપૂરની ફ્રેશ પેર જોવા મળવાની છે. આ ફિલ્મ દ્વારા બન્ને જણા પહેલી વાર એક સાથે રૂપેરી પડદે રોમાન્સ કરતા જોવા મળશે.

દિવાળી રિલિઝ
પ્રેમ રતન ધન પાયો ફિલ્મ દિવાળી ટાઇમે રિલિઝ થાય છે. સામાન્ય રીતે ભારતભરમાં દિવાળીના પાંચ દિવસો દરમિયાન રજા હોય છે. અને લોકો રજાના આ સમયે પિક્ચર જોવાનું પણ વધુ પસંદ કરતા હોય છે ત્યારે આ રજાઓનો ફાયદો આ ફિલ્મને જરૂર થશે તેવું જાણકારોનું માનવું છે.
વળી રણબીર અને દિપીકાની ફિલ્મ તમાશા 27 નવેમ્બર રિલિઝ થાય છે. જે રીતે પ્રેમ રતન ધન પાસે 15 દિવસનો સારો એવો સમય છે.

ફેમિલી એન્ટરટેઇનમેન્ટ
તે વાત તો બધા જ જાણે છે કે સૂરજ બડજાત્યા હંમેશા ફેમિલી ફિલ્મો બનાવે છે. અને આ વખતે પણ તેમની ફિલ્મ પ્રેમ રતન ધન પાયો એક ફેમિલી ડ્રામા પર જ આધારીત છે ત્યારે દિવાળીના સમયે લોકોને આવી પારિવારીક ફિલ્મ જોવી જરૂરથી ગમશે તેવું જાણકારોનું કહેવું છે.

સૂરજ અને સલમાન ખાન
જ્યારે જ્યારે સલમાન ખાન અને સૂરજ બડજાત્યાએ સાથે કામ કર્યું છે તેમણે ઇતિહાસ રચ્યો છે તે પછી હમ આપકે હૈ કોન હોય કે મેને પ્રેમ કિયા કે પછી હમ સાથ સાથ હૈ હોય. ત્યારે આ ડાયરેક્ટર હિરોની અદ્ધભૂત જોડી ફરી એક વાર 16 વર્ષ બાદ સાથે કામ કરી રહી છે અને તેમનું મેઝિક ફરી એક વાર ચાલશે તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી.

પ્રેમ
સલમાન ખાન ફરી એક વાર પ્રેમ તરીકે રૂપેરી પડદે દેખાશે. સલમાન ખાનના આ ક્યૂટ, ઇનોસન્ટ અને થોડાક નોટી અવતાર જોવા માટે સલમાન ખાનના ચાહકો ચોક્કસથી થિયેટર સુધી લાંબા થશે તે વાત તો પાક્કી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
