3 ઇડિયટ્સ જાપાન ઍકેડમી ઍવૉર્ડ્સ માટે નૉમિનેટ
નવી દિલ્હી, 27 જાન્યુઆરી : હિન્દી ફિલ્મ જગતના સ્ટાર મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ 3 ઈડિયટ્સને 37મા જાપાન ઍકેડેમી ઍવૉર્ડ્સની સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણીમાં નૉમિનેટ કરવામાં આવી છે.
રાજકુમાર હીરાણી દિગ્દર્શિત 3 ઈડિયટ્સ ફિલ્મ 23મી ડિસેમ્બર, 2009ના રોજ રિલીઝ થઈ હતી અને બૉક્સ ઑફિસે સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત શરમન જોશી, આર માધવન હતાં, તો બોમન ઈરાની તેમજ કરીના કપૂર પણ મુખ્ય ભૂમિકામાં હતાં.ઍવૉર્ડ્સની અધિકૃત વેબસાઇટ ઉપર 3 ઈડિયટ્સનો આઈ એમ સ્યોર, ગો વેલ શીર્ષક હેઠળ ઉલ્લેખ કરાયો છે. સર્વશ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મની શ્રેણીમાં 3 ઈડિયટ્સની સ્પર્ધા કૅપ્ટન ફિલિપ્સ, જૅંગો અનચેન્ડ, ગ્રૅવિટી તથા લેસ મિજરબેલ્સ ફિલ્મો સાથે છે. 3 ઈડિયટ્સ ફિલ્મમાં ભારતીય શિક્ષણ પ્રણાલીની ટીકા ખૂબ જ મનોરંજક અંદાજમાં કરવામાં આવી છે. ફિલ્મ જૂન-2013માં જાપાન ખાતે રિલીઝ કરાઈ હતી. જાપાન ઍકેડેમી ઍવૉર્ડ્સ વિતરણ સમારંભ ટોકિયોની ગ્રાન્ડ પ્રિંસ હોટેલ ન્યુ તકાનવા ખાતે 7મી માર્ચે યોજાશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
