2.0 ફક્ત એક્શન ફિલ્મ નથી, તે ગ્લોબલ સંદેશ પણ આપે છે: અક્ષય કુમાર
શંકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2.0 ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે. મેગા સ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું હોવું આ ફિલ્મને વિશાળ બનાવે છે.
શંકરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 2.0 ગુરુવારે રિલીઝ થવા જઈ રહી છે. મેગા સ્ટાર રજનીકાંત અને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારનું હોવું આ ફિલ્મને વિશાળ બનાવે છે. ફિલ્મના ટ્રેલરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ આ વાત નક્કી છે કે 2.0 એક મોટા સ્તરની ફિલ્મ છે. આ ફિલ્મમાં દર્શકોને એક્શન, ઈમોશન સહીત વીએફએક્સ કરિશ્મો પણ જોવા મળશે.
અક્ષય કુમાર સાથે થયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે આ ફિલ્મ ફક્ત એક્શન અથવા વિજ્ઞાન સંબંધિત ફિલ્મ નથી. પરંતુ આ ફિલ્મમાં જળવાયું પરિવર્તન જેવો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને વૈશ્વિક સ્તરે તેનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હોશ ઉડાવી દેશે અક્ષય કુમારની ફિલ્મ 2.0, એકદમ જોરદાર
અક્ષય કુમારે કહ્યું કે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે આ ધરતી બીજા જીવોની પણ છે. પૃથ્વી ફક્ત મનુષ્યની જ નથી પરંતુ જીવ, જંતુ, જાનવર અને પક્ષીઓની પણ છે. તેઓ અવાજ નથી ઉઠાવી શકતા, પરંતુ તેમને પણ જીવવાનો સમાન અધિકાર છે.
આ પણ વાંચો: આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ, 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા
2.0 ફિલ્મ સાથે અક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે. રજનીકાંત સાથે તેમની જોડીને લઈને ફેન્સ ઘણા ઉત્સાહિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલન તરીકે રજનીકાંત સાથે ટક્કર લેતા જોવા મળશે. આ ફિલ્મ 3ડી રિલીઝ થવા જઈ રહી છે. 2.0 ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે જયારે 12 ભાષાઓમાં ડબ થશે.

ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ હાઉસફુલ
રજનીકાંત અને અક્ષય કુમાર ફેન ક્લબે મુંબઈના સિયોનમાં પીવીઆર થિયેટરનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ બુક કરી લીધો છે. એડવાન્સ બુકિંગ શરુ થતા પહેલા જ તેમને ખાસ અનુરોધ કરીને આખું મલ્ટીપ્લેક્સ બુક કરી લીધું.

ફિલ્મની ઓપનિંગ
ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ 50 કરોડ કરતા પણ વધારે મોટી ઓપનિંગ આપી શકે છે. 2.0 ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહી છે.

આટલી સ્ક્રીન પર રિલીઝ
2.0 ફિલ્મ વોર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. આ ભારતીય સિનેમાની સૌથી મોટી રિલીઝ સાબિત થશે. ભારતમાં આ ફિલ્મ 7500 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે, જયારે ઓવરસીઝ માં 2.0 ફિલ્મને 2500 સ્ક્રીન મળી છે.

ઓવરસીઝ બિઝનેસ
2.0 ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. તેની સાથે સાથે ખાડી દેશોમાં પણ મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. દુબઈમાં આ ફિલ્મના રોજ 100 કરતા પણ વધારે શૉ ચલાવવામાં આવશે.

રેકોર્ડ તોડશે
આ ફિલ્મનું કુલ બજેટ 600 કરોડ કરતા પણ વધારે છે, એટલે આ ફિલ્મને હિટ થવા માટે બોક્સઓફિસ પર 1000 કરોડ કરતા પણ વધારે કમાણી કરવી પડશે. આશા રાખવામાં આવી રહી છે કે 2.0 બોક્સઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે

ફિલ્મની લંબાઈ
આ ફિલ્મ નિર્દેશક શંકરની સૌથી નાની ફિલ્મ છે. 2.0 લગભગ 148 મિનિટની ફિલ્મ છે એટલે કે 2 કલાક અને 28 મિનિટની ફિલ્મ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
