બોક્સઓફિસ: 2.0 ધમાકેદાર રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 હિન્દીમાં બોક્સઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે.
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 હિન્દીમાં બોક્સઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી ચુકી છે. આપણે જણાવી દઈએ એ સિંગલ દિવસમાં અક્ષય કુમારની આ ફિલ્મ સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ બની ચુકી છે. આ ફિલ્મે ફક્ત હિન્દીમાં રવિવારે 34 કરોડનું કલેક્શન કર્યું છે, જે અક્ષય કુમારના કરિયરની સૌથી અગત્યની બોક્સઓફિસ કલેક્શન ફિલ્મ બની ચુકી છે.
આ પણ વાંચો: ફિલ્મ 2.0ની ધમાકેદાર ઓપનિંગ, અક્ષયે સલમાન અને આમીરને પણ પાછળ છોડ્યા
2.0 ભારતમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે, જયારે 12 ભાષાઓમાં તેને ડબ કરવામાં આવી છે. બધી જ ભાષામાં મળીને આ ફિલ્મે 150 કરોડનું કલેક્શન કર્યું છે. જયારે વર્લ્ડ વાઈડ આ ફિલ્મ 400 કરોડ ક્લબમાં એન્ટ્રી લઇ ચુકી છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ ફિલ્મ અક્ષય કુમારના કરિયરની સૌથી મોટી ફિલ્મ જ નહીં પરંતુ સૌથી વધારે કમાણી કરતી ફિલ્મ પણ બનશે.

સૌથી ખાસ બાબત
આ ફિલ્મની સૌથી ખાસ બાબત છે કે ઉત્તર ભારતમાં આ ફિલ્મ અક્ષય કુમારને કારણે જોરદાર કમાણી કરી રહી છે, જયારે દક્ષિણ ભારતમાં રજનીકાંતનો જાદુ ચાલી રહ્યો છે.

વીએફએક્સ ખુબ જ શાનદાર
આ ફિલ્મના વીએફએક્સ ખુબ જ શાનદાર છે, જેને કારણે દર્શકો તેને 3ડી માં જોવાનું જ પસંદ કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે 3ડી ફિલ્મની ટિકિટ મોંઘી હોય છે જેને કારણે બોક્સઓફિસ પર તેનો ફાયદો જોવા મળી રહ્યો છે.

સૌથી મોટું ઓપનિંગ આપનાર ફિલ્મ
અક્ષય કુમારની ફિલ્મ 2.0એ વર્લ્ડવાઈ 110 કરોડની ઓપનિંગ આપી છે. અક્ષય બૉલીવુડના સૌથી મોટી ઓપનિંગ આપનાર એક્ટર બની ચૂક્યા છે.

જળવાયું પરિવર્તન જેવો ગંભીર મુદ્દો
અક્ષય કુમાર સાથે થયેલા એક ઇન્ટરવ્યૂમાં તેમને જણાવ્યું કે આ ફિલ્મ ફક્ત એક્શન અથવા વિજ્ઞાન સંબંધિત ફિલ્મ નથી. પરંતુ આ ફિલ્મમાં જળવાયું પરિવર્તન જેવો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને વૈશ્વિક સ્તરે તેનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

રેકોર્ડ તોડશે
આ ફિલ્મનું કુલ બજેટ 600 કરોડ કરતા પણ વધારે છે, એટલે આ ફિલ્મને હિટ થવા માટે બોક્સઓફિસ પર 1000 કરોડ કરતા પણ વધારે કમાણી કરવી પડશે. આશા રાખવામાં આવી રહી છે કે 2.0 બોક્સઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે

ફિલ્મની લંબાઈ
આ ફિલ્મ નિર્દેશક શંકરની સૌથી નાની ફિલ્મ છે. 2.0 લગભગ 148 મિનિટની ફિલ્મ છે એટલે કે 2 કલાક અને 28 મિનિટની ફિલ્મ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
