રિપોર્ટ: અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ અત્યારથી હાઉસફુલ
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માટે લોકોનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે.
અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ 2.0 આ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માટે લોકોનો જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ શરુ થઇ ચુકી છે. આપને જણાવી દઈએ એક એડવાન્સ બુકિંગ રિપોર્ટ પણ શાનદાર આવ્યો છે. ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ હાઉસફુલ થઇ ચુક્યો છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે 2.0 ફિલ્મ શાનદાર ઓપનિંગ આપશે.
બેંગ્લોર, ચેન્નાઇ પછી કોચી અને હૈદરાબાદમાં કેટલાક થિયેટરોમાં એડવાન્સ બુકિંગ શરુ થઇ ચુકી છે. એડવાન્સ બુકિંગ શરુ થતા બધા જ શૉ હાઉસફુલ થઇ ચુક્યા છે. આ ફિલ્મની એડવાન્સ બુકિંગ જોતા સાફ છે કે 2.0 બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરશે.
આ પણ વાંચો: હોશ ઉડાવી દેશે અક્ષય કુમારની ફિલ્મ 2.0, એકદમ જોરદાર
સાઉથમાં આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મે તમિલ સિનેમા ઇન્ડસ્ટ્રીમાં 120 કરોડ રૂપિયાની પ્રિ-રિલીઝ એડવાન્સ બુકિંગ કરી લીધી છે, જે તમિલ સિનેમાનો અત્યારનો સૌથી મોટો આંકડો છે. આ જોવું રસપ્રદ રહેશે કે 2.0 બોક્સઓફિસ પર બાહુબલીનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં.

ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ હાઉસફુલ
રજનીકાંત અને અક્ષય કુમાર ફેન ક્લબે મુંબઈના સિયોનમાં પીવીઆર થિયેટરનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ બુક કરી લીધો છે. એડવાન્સ બુકિંગ શરુ થતા પહેલા જ તેમને ખાસ અનુરોધ કરીને આખું મલ્ટીપ્લેક્સ બુક કરી લીધું.

ફિલ્મની ઓપનિંગ
ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ 50 કરોડ કરતા પણ વધારે મોટી ઓપનિંગ આપી શકે છે. 2.0 ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઇ રહી છે.

આટલી સ્ક્રીન પર રિલીઝ
2.0 ફિલ્મ વોર્લ્ડવાઇડ 10 હજાર સ્ક્રીન પર રિલીઝ થવા જઈ રહી છે. આ ભારતીય સિનેમાની સૌથી મોટી રિલીઝ સાબિત થશે. ભારતમાં આ ફિલ્મ 7500 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવશે, જયારે ઓવરસીઝ માં 2.0 ફિલ્મને 2500 સ્ક્રીન મળી છે.

ઓવરસીઝ બિઝનેસ
2.0 ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. તેની સાથે સાથે ખાડી દેશોમાં પણ મોટા પાયે રિલીઝ કરવામાં આવશે. દુબઈમાં આ ફિલ્મના રોજ 100 કરતા પણ વધારે શૉ ચલાવવામાં આવશે.

રેકોર્ડ તોડશે
આ ફિલ્મનું કુલ બજેટ 600 કરોડ કરતા પણ વધારે છે, એટલે આ ફિલ્મને હિટ થવા માટે બોક્સઓફિસ પર 1000 કરોડ કરતા પણ વધારે કમાણી કરવી પડશે. આશા રાખવામાં આવી રહી છે કે 2.0 બોક્સઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે.

ફિલ્મની લંબાઈ
આ ફિલ્મ નિર્દેશક શંકરની સૌથી નાની ફિલ્મ છે. 2.0 લગભગ 148 મિનિટની ફિલ્મ છે એટલે કે 2 કલાક અને 28 મિનિટની ફિલ્મ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
