Fail થઈ ગયું હૅપ્પી ન્યુ ઈયરનું ટ્રેલર : આ છે 10 Reasons
મુંબઈ, 21 ઑગસ્ટ : બૉલીવુડમાં 230 કરોડની કિક લાગતા જ સૌથી મોટો આંચકો શાહરુખ ખાનને લાગ્યો છે, કારણ કે તેમની આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ઈયર ઉપર હવે સૌની નજર છે. કિક રિલીઝ થતા જ શાહરુખે પોતાની ફિલ્મનું ટ્રેલર અને આમિર ખાને પીકેનું પોસ્ટર એમ વિચારી રિલીઝ કર્યું, જેથી લોકોને એવો અહેસાસ થઈ શકે કે બૉલીવુડમાં બાકીને બે ખાનો પણ એક્ટિવ છે.
પીકે અંગે તો પછી ચર્ચા કરીશું, પરંતુ ટ્રેલર રિલીઝ થતા જ હૅપ્પી ન્યુ ઈયરનો હૅપ્પી બર્થ ડે જરૂર થઈ ગયો છે. હા જી, લોકોને શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત હૅપ્પી ન્યુ ઈયર ટ્રેલર ફિલ્મનું ટ્રેલર ગમ્યુ નથી.
સાત વરસ બાદ પુનઃ સાથે કામ કરતા ફરાહ ખાન અને શાહરુખને કદાચ આ વાતનો અંદાજો નહોતો કે કોઈ ફિલ્મનું ટ્રેલર કેટલુ મહત્વનું હોય છે. જો તાજેતરના જ કેટલીક ફિલ્મોના ટ્રેલર્સની વાત કરીએ, તો હૃતિક રોશનની બૅંગ બૅંગ ફિલ્મે પોતાના નાનકડા ટ્રેલરમાં જોરદાર આકર્ષણ ક્રિએટ કર્યુ, તો કિકના ટ્રેલરે પહેલાથી જ પ્રજાની અંદર ફિલ્મ જોવાની ઉત્સુકતાને વધારી દીધી હતી.
ચાલો આપને બતાવીએ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના ટ્રેલરની 10 ખામીઓ :

એક્સ ફૅક્ટરની ઉણપ
ટ્રેલરમાં એક્સ ફૅક્ટર ક્યાંય પણ ન દેખાયો કે જેને કોઈ કોઈ કહે વાવ! ચીલાચાલુ અંદાજ.

ચોરી હવે થઈ બોરિંગ
કિક, ધૂમ, ધૂમ 2, ધૂમ 3, તીસ માર ખાં અને અનેક ફિલ્મો ચોરી પર આધારિત હતી. હવે લોકો આવી વાર્તાઓથી કંટાળવા લાગ્યા છે.

ઇમ્પ્રેસિવ સ્ટંટ નથી
બૅંગ બૅંગ અને કિકના ટ્રેલરમાં બહેતરીન સ્ટંટ જોયા બાદ સૌકોઈ ઇમ્પ્રેસ થયા હતાં, પરંતુ હૅપ્પી ન્યુ ઈયરમાં એવુ નથી.

ડમી જેવા સોનૂ સૂદ
સોનૂ સૂદમાં ફરી એક વાર ઇનોવેશનની ઉણપ નજરે પડે છે. તેઓ ફરી એક વાર ડમી તરીકે ઊભા લાગે છે.

દીપિકાનું ચાર્મ ઓછુ થયું
ફિલ્મમાં હીરોઇનનો મોટો ફાળો હોય છે, પણ આ વખતે દીપિકાનું ચાર્મ કંઈક ફીકુ લાગે છે.

ઢંગધડા વગરના જોક્સ
આ ફિલ્મમાં કૉમેડીની કક્ષા પણ નીચી દેખાઈ રહી છે. તેમાં કેટલાક ઢંગધડા વગરના જોક્સનો ઉપયોગ કરાયો છે.

બૅકગ્રાઉંડ મ્યુઝિક પણ બોરિંગ
હૅપ્પી ન્યુ ઈયરના ટ્રેલરમાં અપાયેલ બૅકગ્રાઉંડ મ્યુઝિક ઓમ શાંતિ ઓમના મ્યુઝિક જેવુ લાગે છે મીન્સ બોરિંગ.

અભિષેક બચ્ચન
ફરી એક વાર અભિષેક બચ્ચન ફેલ થતા લાગ છે. ખબર જ નથી પડતી કે તેઓ કૉમેડી કરે છે કે ગંભીર ભૂમિકા.

ધૂમ 3ની કૉપી
આ ફિલ્મમાં ધૂમ 3ની કૉપી દેખાય છે. શાહરુખના ફૅન્સ કોઈ પણ હિસાબે પસંદ નહીં કરે.

કોઈ કેમિસ્ટ્રી નહીં
ટ્રેલર જોઈ સ્પષ્ટ લાગે છે કે દીપિકા-શાહરુખ વચ્ચે આ ફિલ્મમાં સારી કેમિસ્ટ્રી નથી બની.

પૂરી થશે રણબીરની મહેચ્છા?
ત્રણેય ખાનોને લઈ ફિલ્મ બનાવા માંગે છે રણબીર : જુઓ કેટલો મોટો છે પડકાર?
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
