CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટમાં આજે ફરીથી થશે સુનાવણી
CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
નવી દિલ્લીઃ CBSE, CISCEની 12માંની પરીક્ષાઓ રદ કરવાની માંગ પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. વકીલ મમતા શર્માએ કોરોના વાયરસ દરમિયાન સીબીએસઈ અને સીઆઈએસસીઈની 12માંની પરીક્ષાઓ રદ કરવાની અરજી કરી હતી. અરજીમાં એ માંગ કરવામાં આવી હતી કે એક નિશ્ચિત સમય સીમામાં વિદ્યાર્થીઓના રિઝસ્ટ જાહેર કરવા માટે 'ઑબ્જેક્ટીવ મેથો઼ોલૉજી'નો ઉપયોગ કરવામાં આવે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ ટોની જોસેફ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે જેમાં પરીક્ષાઓ રદ ન કરવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આજે સવારે 11 વાગે કેસની સુનાવણી કરશે. જોસેફે અરજીમાં કહ્યુ છે કે શિક્ષણ વિદો અને શિક્ષણ સંસ્થાઓના પ્રમુખોનો મોટો પરીક્ષાઓ કરાવવાના પક્ષમાં છે. શૈક્ષણિક વિશેષજ્ઞોનુ માનવુ છે કે પરીક્ષાઓ રદ ન કરવી જોઈએ અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને આયોજિત કરવી જોઈએ.
હાલમાં જ જસ્ટીસ એએમ ખાનવિલકર અને દિનેશ માહેશ્વરીની પીઠે અરજીકર્તા એડવોકેટ મમતા શર્મા દ્વારા દાખલ અરજીની એક આગોતરા કૉપી સીબીએસઈ અને સીઆઈએસસીઈને ન સોંપવાના કારણે કેસની સુનાવણીને સ્થગિત કરી દીધી હતી અને કેસની આગામી સુનાવણી માટે 31 મેની તારીખ નિશ્ચિત કરી હતી.
વિદ્યાર્થી કરી રહ્યા છે પરીક્ષાઓ રદ કરવાની માંગ
12માંના લાખો વિદ્યાર્થી કોરોના વાયરસના કારણે છેલ્લા ઘણા દિવસોથી 12માં બોર્ડની પરીક્ષાઓ રદ કરાવવાની માંગ કરી રહ્યા છે. વળી, મોટાભાગના રાજ્ય નાના ફૉર્મેટમાં બોર્ડની પરીક્ષાઓ કરાવવાના પક્ષમાં છે. દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્રને અપીલ કરી છે કે પરીક્ષાઓ કરાવતા પહેલા બધા વિદ્યાર્થીઓને વેક્સીન લગાવવામાં આવે અને જો આવુ સંભવ ન હોય તો તેમને છેલ્લા પ્રદર્શનના આધારે આગલા ધોરણમાં પ્રમોટ કરવામાં આવે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
