TET-TAT પાસ ઉમેદવારોનુ ગાંધીનગરમાં ઉગ્ર આંદોલન, પોલીસે મહિલાઓને ઢસડતા આક્રોશ, જિજ્ઞેશ મેવાણીની અટકાયત
રાજ્યની સરકારી- ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજાર જેટલી ખાલી જગ્યાઓમા કાયમી ધોરણે ભરતી કરવાને બદલે રાજ્ય સરકારે જ્ઞાન સહાયક યોજના લાગુ કરી 11 મહિનાની કરાર આધારીત ભરતી કરતા TET-TAT ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં સચિવાલય ખાતે ઉગ્ર આંદોલન શરુ કર્યુ હતુ. મોટી સંખ્યામાં હજારો ઉમેદવારોએ સચિવાલય ખાતે કાયમી ભરતીની માગ સાથે પહોંચ્યા હતા. હજારો ઉમેદવારોને જોતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયુ હતુ. ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે, ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે. ત્યારે સરકારે કાયમી ભરતી કરવાને બદલે ગત વર્ષે જ્ઞાન સહાયકની યોજના લાગુ કરીને 11 માસ માટે કરાર આધારીત શિક્ષકોની ભરતી કરતા રાજ્યભરમાં ઉગ્ર વિરોધ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચીમકી પણ આપી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે આંદોલનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને પોલીસવાન ભરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
કાયમી શિક્ષક બનવા માટે ઉમેદવારોએ TET-TAT પરીક્ષા પાસ કર્યા બાદ પણ માત્ર 11 મહિના માટે કરાર આધારીત નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકમાં હજારો ઉમેદવારો નિમણૂક બાદ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યા મોટી સંખ્યામાં ખાલી પડી છે.
આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાન સહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આગામી સમયમાં સરકાર માંગ નહિ સ્વીકારે તે આક્રોશ રેલી કાઢવાની અને ઉગ્ર લડત આપવાી ચીમકી ઉચ્ચારાઈ છે.
गुजरात के गांधीनगर में TET पास आंदोलनकारी बेरोजगार युवाओं को पुलिस जबरदस्ती परमानेंट शिक्षक बना रही है। सबका नंबर आएगा। धैर्य रखें। अपनी बारी का इंतजार करें। #gujarat_Want_Permanent_Teachers pic.twitter.com/Clvd7vQZvR
— Hansraj Meena (@HansrajMeena) June 18, 2024
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
