India Post GDS Recruitment 2023 : ટપાલ વિભાગમાં 12828 ગ્રામીણ ટપાલ સેવકની ભરતી, આ રીતે કરો અરજી
India Post GDS Recruitment 2023 : પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગ્રામીણ ટપાલ સેવક ઓનલાઇન એન્ગેજમેન્ટ સ્પેશિયલ સાયકલ મે 2023ની નોટિફિકેશન શનિવારના રોજ જાહેર કરવામાં આવી હતી. જે અનુસાર 22 મેથી 12828 જગ્યા માટે અરજી કરી શકાશે.
નોકરી ઇચ્છુંક ઉમેદવારો GDS ભરતી પોર્ટલ, https://indiapostgdsonline.gov.in/ પર નિર્ધારિત છેલ્લી તારીખ 11 જૂન, 2023 સુધીમાં અરજી કરી શકે છે. પોસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા GDS ભરતી મે 2023ની સૂચના અનુસાર, બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) તરીકે 12 હજારથી વધુ ગ્રામીણ ટપાલ સેવકોની ભરતી થવાની છે.

India Post GDS Recruitment 2023ની અરજી પ્રક્રિયા - આ નોકરી માટે અરજી કરવા ઉમેદવારોએ પોસ્ટલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી પોર્ટલની મુલાકાત લેવાની રહેશે. આ પછી ઉમેદવારો નિર્ધારિત ત્રણ પગલામાં તેમની અરજી સબમિટ કરી શકશે. આ ત્રણ પગલાં છે - રજિસ્ટ્રેશન, ઓનલાઇન અરજી કરો અને ફી ચુકવણી કરો.
એપ્લિકેશન ફી રૂપિયા 100 છે, જે ઓનલાઈન માધ્યમથી ચૂકવવાની રહેશે. SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. અરજી સબમિટ કર્યા બાદ ઉમેદવારો 12 થી 14 જૂન 2023ની વચ્ચે તેમની અરજીમાં ભૂલ સુધારી અથવા સુધારો કરી શકશે.
કોણ અરજી કરી શકે છે? - ટપાલ વિભાગ ગ્રામીણ ટપાલ સેવક ભરતી માટે, ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત 11 જૂન, 2023 ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
