ગુજરાત વહીવટી કેટેગરીની પરીક્ષા મોકૂફ, લોકસભા ચૂંટણીને કારણે લેવાયો નિર્ણય
Lok Sabha elections 2024: દેશમાં આગામી મહિનાથી લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેના કારણે એક તરફ યુપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, તો બીજી તરફ ગુજરાતમાં પણ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 22 માર્ચ, 2024 ના રોજ યોજાનારી કૃષિ અધિકારી, વરિષ્ઠ સંશોધન સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) અને કૃષિ સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) વર્ગ-3ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

સરદારકૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ અધિકારી, વરિષ્ઠ સંશોધન સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) અને કૃષિ સહાયક અને તેના સમકક્ષ (કૃષિ/બાગાયત) વર્ગ-3 સંવર્ગની સીધી ભરતી આયોજિત થનારી કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ (CBRT) પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.
નોટિફિકેશન જણાવે છે કે, કેટલાક અનિવાર્ય કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે, અને વધુ માહિતી અહીં યુનિવર્સિટીની વેબસાઇટ પર આપવામાં આવશે. જોકે, હવે ઉમેદવારો પરીક્ષાની નવી તારીખની રાહ જોઈ રહ્યા છે.
UPSCની પરીક્ષા પણ મુલતવી - ચૂંટણી પંચે ગયા શુક્રવારના રોજ લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાશે. 4 જૂનના રોજ મતગણતરી થશે. જ્યારે યુપીએસસીની પરીક્ષા 26મી મેથી શરૂ થવાની હતી. યુપીએસસીએ આ દરમિયાન લેવાનારી પરીક્ષાને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
