ખૂશ ખબર : મોટી ભરતી કરવાની તૈયારીમાં ગુજરાત સરકાર, ઘણા વિભાગોમાં આઉટ સોર્સિંગ બંધ થઈ શકે
ગુજરાતમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આગામી સમયમાં આ મુદ્દે પણ નિર્ણય લઈ શકે છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખતમ કરવા બાબતે પણ વિચારણા
ગાંધીનગર : ગુજરાતમાં લાંબા સમયથી સરકારી ભરતી અને આઉટ સોર્સિંગ વિરૂદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ યુવાનોએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. લાંબા સમયથી માંગ કરાઈ રહી છે કે રાજ્ય સરકાર મોટા પાયે સરકારી ભરતી કરે અને આઉટસોર્સિંગ તેમજ કોન્ટ્રાક્ટમાંથી આઝાદી આપે. હવે આ મુદ્દે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

સામે આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરીએ તો હવે રાજ્ય સરકાર યુવાનોની માંગને લઈને ગંભીર થતી જોવા મળી રહી છે. વિગતો અનુસાર ગુજરાત સરકારમાં આગામી સમયમાં મોટી ભરતીઓ જોવા મળી શકે છે. રાજ્ય સરકારે આ મુદ્દે વિચારણા શરૂ કરી હોવાના પણ અહેવાલ છે.
ગુજરાતમાં લાંબા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર આગામી સમયમાં આ મુદ્દે પણ નિર્ણય લઈ શકે છે. સમાચારો પર વિશ્વાસ કરીએ તો ગુજરાતમાંથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખતમ કરવા બાબતે પણ વિચારણા કરાઈ રહી છે. આ સિવાય આઉટ સોર્સિંગ હટવાવા વિચારણા થઈ રહી છે.
નવી ચૂંટાયેલી રાજ્ય સરકાર આગામી બજેટની તૈયારીમાં લાગી છે ત્યારે હવે બજેટમાં યુવાનો માટે મોટી જાહેરાતો આવી શકે છે. રાજ્ય સરકાર આ બાબતોનો સમાવેશ બજેટમાં કરીને યુવાનોને ખૂશ ખબર આપી શકે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
