વિદેશ મંત્રાલયમાં નોકરી કરવા ઇચ્છુક લોકો માટે ગૂડ ન્યુઝ, આ રીતે કરો અરજી, જાણો કેટલો હશે પગાર
વિદેશ મંત્રાલયમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. વિદેશ મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ ભરતી વિશે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલય કરારના આધારે યોગ શીખવવા માટે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકો/શિક્ષકોની નિ
વિદેશ મંત્રાલયમાં કામ કરવા માંગતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. વિદેશ મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ ભરતી વિશે જાણકારી આપી છે. વિદેશ મંત્રાલય કરારના આધારે યોગ શીખવવા માટે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકો/શિક્ષકોની નિમણૂક કરશે. આ કરારનો સમયગાળો એક વર્ષનો છે. પોસ્ટ્સ પર અરજી કરતા પહેલા ઉમેદવારોએ પોસ્ટ્સ સંબંધિત માહિતી જાણવી જોઈએ. ઉમેદવારોને જણાવી દઈએ કે શિક્ષકો/પ્રશિક્ષકોએ પણ મંત્રાલયની તમામ યોગ સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવો જરૂરી રહેશે. પોસ્ટ્સ સંબંધિત વધુ વિગતો માટે અહીં આગળ વાંચો.

આ જગ્યાઓ પર નિકળી ભરતી
વિદેશ મંત્રાલયે પ્રશિક્ષિત યોગ પ્રશિક્ષકો/શિક્ષકોની કુલ 3 જગ્યાઓ કરારના આધારે ભરતી કરી છે.

આ લાયકાત જરૂરી છે
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે લાયકાત હોવી ફરજિયાત છે. ઉમેદવારે માન્ય યોગ સંસ્થા/યુનિવર્સિટીમાંથી યોગના ક્ષેત્રમાં પીએચડી / માસ્ટર્સ હોવું જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી યોગ કરવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. વધુ વિગતો માટે, ઉમેદવારોએ બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 25 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

આ રીતે કરો અરજી
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઇમેલ કરવાનો રહેશે. ઉમેદવારોએ તેમની અરજી સંલગ્ન ફોર્મેટમાં ભરીને અમિત, કલ્યાણ અધિકારી, વિદેશ મંત્રાલયને ઈમેલ દ્વારા મોકલવી જરૂરી છે. ઉમેદવારોએ 31 ઓક્ટોબર 2022 (સાંજે 5:30 વાગ્યા સુધીમાં) આ ઈમેલ welfare@mea.gov.in પર તેમનું અરજીપત્ર મોકલવાનું રહેશે.

આટલો મળશે પગાર
આ પદો પર ઉમેદવારોની પસંદગી બાદ ઉમેદવારોનો પગાર 20,000 હજાર રૂપિયા થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન







Click it and Unblock the Notifications
