GPSE એ પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કર્યુ, વિગતે જાણો
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે વર્ષ 2026ની વિવિધ ભરતી પરીક્ષાઓની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
આયોગ મુજબ, ક્લાસ-1 અને ક્લાસ-2 ના કુલ 18 અલગ-અલગ સંવર્ગો માટેની પ્રાથમિક કસોટીઓ આગામી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. આ માહિતી GPSCના ચેરમેને 8 જાન્યુઆરી, 2026ના રોજ આયોગના સત્તાવાર X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર પોસ્ટ કરી છે.

ચેરમેને વધુમાં જણાવ્યું કે, GPSC વિવિધ વિભાગો સાથે પરામર્શ કરી રહી છે. તે પૂર્ણ થતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. આ નિવેદનથી ઉમેદવારોને ભરતી પ્રક્રિયા અંગે વધુ સ્પષ્ટતા મળી છે.
જાહેરાત ક્રમાંક 28/2025-26 તથા જાહેરાત ક્રમાંક 44/2025-26 સિવાયની તમામ જાહેરાતોની સામાન્ય અભ્યાસ (General Studies) ની પ્રાથમિક કસોટી 26 એપ્રિલ, 2026 ના રોજ લેવાશે. જ્યારે સંબંધિત વિષયોની પરીક્ષાઓ અલગ-અલગ નિર્ધારિત તારીખોએ યોજાશે.
આ પ્રાથમિક કસોટીઓમાં રહસ્ય સચિવ ક્લાસ-2, મદદનીશ વહીવટી અધિકારી ક્લાસ-2, ગુજરાત મત્સ્યોદ્યોગ સેવા, સામાન્ય રાજ્ય સેવામાં ક્લાસ-2 વહીવટી અધિકારી, MIS મેનેજર ક્લાસ 1 અને 2, નાયબ મેનેજર, દંતસર્જન, પશુચિકિત્સા અધિકારી ક્લાસ-2, નિયામક ગ્રંથપાલ, મદદનીશ ગ્રંથપાલ નિયામક, ગુજરાત શિક્ષણ સેવા, મદદનીશ ઉદ્યોગ કમિશનર, નાયબ માહિતી નિયામક તથા મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી જેવા 18 સંવર્ગોનો સમાવેશ થાય છે.
પ્રાથમિક પરીક્ષાની તારીખ અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.https://t.co/Me3TQBhHfV
— GPSC (@GPSC_OFFICIAL) January 8, 2026
આ જાહેર કરાયેલ પરીક્ષા કાર્યક્રમ વહીવટી અને ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોમાં નવી આશા જગાવશે. ઉમેદવારોને વિગતવાર પરીક્ષા કેન્દ્ર, સમયપત્રક અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ માટે GPSCની સત્તાવાર વેબસાઇટ પર નિયમિતપણે નજર રાખવા વિનંતી કરાઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
