પહેલીવાર 1002 મહિલાઓએ NDA પરીક્ષા પાસ કરી, 19ને જ પ્રવેશ મળશે!
નેશનલ ડિફેન્સ એકેડમી પરીક્ષા (NDA) 2021 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ની પરીક્ષા પાસ કરનારા 8,000 થી વધુ ઉમેદવારોની યાદીમાં 1,000 થી વધુ મહિલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે.
નવી દિલ્હી, 17 ડિસેમ્બર : નેશનલ ડિફેન્સ એકેડમી પરીક્ષા (NDA) 2021 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ની પરીક્ષા પાસ કરનારા 8,000 થી વધુ ઉમેદવારોની યાદીમાં 1,000 થી વધુ મહિલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા 14 નવેમ્બરે લેવાયેલી પરીક્ષામાં મહિલા ઉમેદવારોએ હાજરી આપી હતી. બુધવારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

રક્ષા મંત્રી કાર્યાલયે શુક્રવારે ટ્વીટ કર્યું કે, એનડીએ પરીક્ષા પાસ કરનારા 8000 ઉમેદવારોમાંથી 1002 મહિલા ઉમેદવારોએ પ્રથમ વખત પરીક્ષા આપી હતી. આ પહેલીવાર હશે જ્યારે મહિલા કેડેટ્સ NDAમાં પ્રવેશ લેશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પ્રથમ વખત એનડીએમાં મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. આ NDA-II પરીક્ષામાં આર્મીની કુલ 208 પોસ્ટ્સમાંથી 10 મહિલાઓ માટે છે. એરફોર્સમાં 120 પોસ્ટમાંથી 6 અને નેવીમાં 42માંથી ત્રણ પોસ્ટ મહિલાઓ માટે છે.
આ મહિલા ઉમેદવારોએ હવે આગળની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) અને મેડિકલ ફિટનેસના ધોરણોને પૂર્ણ કરવા પડશે. પરીક્ષા પાસ કરનાર 1002 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 19 જ નેશનલ ડિફેન્સ એકેડમીમાં તાલીમ માટે પસંદ કરવામાં આવશે. સમગ્ર પસંદગી પ્રક્રિયાના આધારે આગામી અભ્યાસક્રમ માટે 400 ઉમેદવારોની પસંદગી કરવામાં આવનાર છે, જેમાં 19 બેઠકો મહિલાઓ માટે અનામત છે.
આ પ્રથમ વખત હશે જ્યારે એનડીએ કોર્સમાં પુરૂષો સાથે મહિલા કેડેટ તાલીમ લેશે. આ માટે પુણેમાં નેશનલ ડિફેન્સ એકેડમી ખડકવાસલા ખાતે તમામ જરૂરી વ્યવસ્થા અને આયોજન કરવામાં આવી રહ્યુ છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું હતું કે પરીક્ષા માટે કુલ અરજદારોની સંખ્યા 5,75,856 હતી, જેમાંથી 1,77,654 મહિલાઓ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
