CBSE Exam ન થવાથી છાત્રો સામે આવી શકે છે મોટી મુસીબત, એડમિશન મળવામાં થઈ શકે છે મુશ્કેલી
વનઈન્ડિયાએ જાણીતા કાઉન્સેલર, વરિષ્ઠ શિક્ષણવિદ અને મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઈન્ફૉર્મેશન ટેકનોલૉજીના નિર્દેશક દિનેશ પાઠક સાથે વાત કરી. જાણો તેમણે શું કહ્યુ.
નવી દિલ્લીઃ CBSE 12માં બોર્ડની પરીક્ષાઓ રદ થઈ ગઈ ત્યારબાદ આઈસીએસઈ બોર્ડ, યુપી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, ગોવા સહિત ઘણા રાજ્યોએ પોતાના રાજ્યોમાં 12માં બોર્ડની પરીક્ષાઓ રદ કરી દીધી છે. પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી પરંતુ છાત્રોના પરિણામો, તેમની માર્કશીટ કયા આધારે ઘોષિત કરવામાં આવશે તેના પર હાલમાં કોઈ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી. હજુ સુધી એ અટકળોનો દોર ચાલી રહ્યો છે કે કયા આધારે છાત્રોના પરિણામ જાહેર કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સીબીએસઈ અને સીઆઈએસસીઈ 12માં ધોરણના મૂલ્યાંકનની નીતિ નક્કી કરવા માટે બે સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી દરમિયાન પરીક્ષા રદ થવા પર ખુશી વ્યક્ત કરી પરંતુ ચિંતા વ્યક્ત કરીને કહ્યુ કે અરજીનો ઉકેલ ત્યાં સુધી નક્કી ન કરી શકાય જ્યાં સુધી કેન્દ્ર તરફથી પરીક્ષા પરિણામો અંગે સ્પષ્ટ મૂલ્યાંકન નીતિ રજૂ કરવામાં ન આવે.

CBSE રદ, આવી શકે છે આ મુશ્કેલી
CBSEની 12માં બોર્ડની પરીક્ષા થવાથી જ્યાં એક તરફ છાત્રો અને માતાપિતામાં ખુશી છે ત્યાં ચિંતા પણ સતાવી રહી છે. આ વિશે જ્યારે વનઈન્ડિયાએ જાણીતા કાઉન્સેલર, વરિષ્ઠ શિક્ષણવિદ અને મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઈન્ફૉર્મેશન ટેકનોલૉજીના નિર્દેશક દિનેશ પાઠક સાથે વાત કરી. વનઈન્ડિયા સાથે વાતચીત દરમિયાન દિનેશ પાઠકે કહ્યુ કે પરીક્ષા રદ કરીને કોરોના કાળમાં સરકારે કરોડો છાત્રો અને માતાપિતાનો મોટી રાહત આપી છે પરંતુ પરીક્ષા રદ થવાથી અમુક મુશ્કેલીઓ છાત્રો સામે આવી શકે છે.
પાસ અને પ્રમોટેડનુ અંતર
દિનેશ પાઠકે કહ્યુ કે જે છાત્ર 12માં કે ઈન્ટરમીડિયેટ પાસ થયા બાદ વિદેશ ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા, ઑસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપુર અને અમુક યુરોપીય દેશ ભણવા જાય છે તેમને મુશ્ક્લી થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે 12માં પછી વિદેશ ભણવા જતા છાત્રોને સીબીએસઈની પરીક્ષા રદ થયા બાદ અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે આ મુશ્કેલીઓ ત્યારે સ્પષ્ટ થશે જ્યારે સરકાર અને સીબીએસઈ પરીક્ષા પરિણામ માટે એક રણનીતિ નક્કી કરી લે અને એ જણાવે કે 12માં બોર્ડના પરીક્ષાર્થીઓના રિઝલ્ટ પર પાસ કે પ્રમોટેડ લખવામાં આવશે. દિનેશ પાઠકના જણાવ્યા મુજબ જો છાત્રોના રિઝલ્ટ પર પાસ લખવામાં આવે તો કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો માર્કશીટ પર પ્રમોટેડ લખવામાં આવે તો તેમને વિદેશોમાં એડમિશન લેતી વખતે મુશ્કેલી પડી શકે છે.
જુલાઈના અંત સુધી આવી શકે છે પરિણામો
વનઈન્ડિયા સાથે ફેસબુક લાઈવ વાતચીતમાં તેમણે જણાવ્યુ કે ભારતમાં સીબીએસઈની પરીક્ષા રદ થયા બાદ હાલમાં વિદેશોમાં પણ હજુ સુધી આ અંગે વિચાર કરવામાં આવ્યો નથી કે તે ભારતીય છાત્રોના એડમિશન કયા આધારે કરશે. તેમના તરફથી ભારતીય છાત્રોના એડમિશન પૉલિસીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ખાસ કરીને તે એડમિશનજે 12માં કે ઈન્ટરમીડિયટના આધારે થાય છે. જો કે આમાં છાત્રોએ ચિંતાકરવાની જરુર નથી. સરકારે સ્પષ્ટ રીતે કહ્યુ છે કે જે છાત્ર 12માંના પોતાના રિઝલ્ટથી સંતુષ્ટ ન હોય તે ઈચ્છે તો બોર્ડની પરીક્ષા આપી શકે છે. કોરોનાની સ્થિતિ સુધરવા પર તે પરીક્ષા આયોજિત કરવામાં આવશે. આશા રાખવામાં આવી રહી છે કે જુલાઈના છેલ્લા સપ્તાહ કે ઓગસ્ટના પહેલા સપ્તાહમાં 12માંના પરિણામો જાહેર કરી દેવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
