CBSE ધોરણ 12ની પરીક્ષા રદ નહિ થાય, 1 જૂને તારીખનું એલાન થશે
CBSE ધોરણ 12ની પરીક્ષા રદ નહિ થાય, 1 જૂને તારીખનું એલાન થશે
સીબીએસઈ ધોરણ 12ની બોર્ડન પરીક્ષાઓને લઈ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડૉ રમેશ પોખરિયાલ નિશંકે આજે એક હાઈલેવલ બેઠક કરી. બેઠકમાં તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ સાથે બોર્ડ એક્ઝામને લઈ સલાહ લેવામાં આવી. જ્યારે સૂત્રોના હવાલેથી એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે સીબીએસઈ 12ની પરીક્ષાઓ રદ્દ નહિ કરાય. પરીક્ષાનું આયોજન કયા ફોર્મેટમાં ક્યારે થશે, તે વિશે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક 1 જૂને જાણકારી આપશે.

રમેશ પોખરિયાલે કહ્યું કે, જેમ કે વડાપ્રધાને કલ્પના કરી હતી, બેઠક અત્યંત ઉપયોગી હતી, અમને અત્યાધિક મૂલ્યવાન ઉકેલ પ્રાપ્ત થયા હતા. રમેશ પોખરિયાલે કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓઓ સંબંધિત એક સૂચિત, સહયોગાત્મક નિર્ણય પર પહોંચવામાં સક્ષણ હશું અને અમારા અંતિમ ફેસલા વિશે જલદી જ સૂચિત કરી વિદ્યાર્થીઓ અને વાલીઓના મનની અનિશ્ચિતતા દૂર કરશું.
આજે થયેલ બેઠકમાં સીબીએસઈએ 12ની પરીક્ષા માટે બે ઑપ્શનનો પ્રસ્તાવ રાખ્યો છે, જેની સાથે સીબીએસઈએ કહ્યું કે રાજ્ય બોર્ડોને પોતાનો નિર્ણય લેવાની મંજૂરી છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે પહેલો ઑપ્શન આપ્યો છે કે તેઓ માત્ર પ્રમુખ વિષયો માટે ધોરણ 12ની બોર્ડ પરીક્ષા આયોજિત કરવામાં આવે. બોર્ડ 12ના 174 વષયોમાં પરીક્ષાનું આયોજન કરે છે, જેમાંથી લગભગ 20 વિષય એવા છે જે સીબીએસઈ તરફથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
જેમાંથી ભૌતિક, રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન, ઈતિહાસ, રાજનીતિ વિજ્ઞાન, વ્યવસાય અધ્યયન, લેખા, ભૂગોળ, અર્થશાસ્ત્ર, અંગ્રેજી વિષય સામેલ છે. બીજા ઑપ્શન અંતર્ગત, જેમાં માત્ર 45 દિવસ લાગશે, સીબીએસઈએ કહ્યું કે 12 ધોરણના વિદ્યાર્થીઓ મહત્વપૂર્ણ વિષયની પરીક્ષા પોતાની સ્કૂલમાં બેસીને આપી શકે છે, અને કોપી પણ સ્કૂલમાં જ ચેક થશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
