આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચમાં નીકળશે બંપર ભરતી! સર્વેમાં થયો ખુલાસો
આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચમાં નીકળશે બંપર ભરતી! સર્વેમાં થયો ખુલાસો
બેરોજગારો માટે નવું વર્ષ નોકરીની તક લઈને આવશે તેવી ઉમ્મીદ જતાવાઈ રહી છે. મંગળવારે જાહેર થયેલા એક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું કે 49 ટકા કંપનીઓ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વધુ ભરતી કરવાની યોજના બનાવી રહી છે. કોરોનાવાયરસ મહામારીના કારણે બનેલા હાલાતમાં સતત સુધારાને પગલે ભરતી પ્રક્રિયાઓમાં તેજી આવી રહી છે.

બંપર નોકરી નીકળશે
મેનપાવર ગ્રુપના રોજગાર પરિદ્રશ્ય સર્વે (ManpowerGroup Employment Outlook Survey) મુજબ ભારતમાં ભારતીઓનો માહોલ ગત આઠ વર્ષમાં સૌથી મજબૂત છે. પાછલા ક્વાર્ટરના મુકાબલે તેમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે અને એક વર્ષ પહેલાની સમાન અવધિના મુકાબલે તેમાં 43 ટકાનો વધારો થયો છે.

3020 એમ્પલોયર પર સર્વે કરાયો
આ સર્વે 3020 એમ્પલોયર પર કરવામાં આવ્યો, જેમાંથી 64 ટકાએ કહ્યું કે તેઓ કર્મચારીઓની સંખ્યા વધારી શકે છે. 15 ટકા એમ્પલોયરને કર્મચારીઓ ઘટાડવાનું અનુમાન છે, જ્યારે 20 ટકા માને છે કે કોઈપણ પ્રકારનો બદલાવ નહીં થાય. આવી રીતે શુદ્ધ રોજગાર પરિદ્રશ્ય 49 ટકા બેસે છે. મેનપાવર ઈન્ડિયાના પ્રબંધ નિદેશક સંદીપ ગુલાટીએ કહ્યું કે ભરતીઓના પરિદ્રશ્યમાં મહામારી બાદના પુનરુદ્ધારને લઈ એમ્પલોયરનો ભરોસો વધ્યો હોવાની વાતનો સંકેત છે.

ડિજિટલ રોલ્સની ભારે માંગ
સર્વે મુજબ ડિજિટલ ભૂમિકાઓની સૌથી વધુ માંગ છે. આઈટી, ટેક્નોલોજી, દૂરસંચાર, સંચાર અને મીડિયા ક્ષેત્રના પરિદ્રશ્ય 60 ટકા સાથે સૌથી મજબૂત છે. જે બાદ 56 ટકા સાથે રેસ્ટોરાં અને હોટલ આવે છે અને પછી 52 ટકા સાથે બેંકિંગ, નાણા, વીમા અને રેયલ એસ્ટેટ આવે છે. આની સાથે જ સર્વે એમ પણ જણાવે છે કે મોટાભાગના એમ્પલોયર કાર્યસ્થળની સાથોસાથ ઘરેથી કામ એટલે કે Work From Home અપનાવી રહ્યા છે. સર્વેમાં મોટા સંગઠનોના નિયોક્તાઓમાં નિયુક્તિ ગતિવિધિઓને લઈ સૌથી આશાવાદી દ્રષ્ટિકોણ જોવા મળ્યો. આવા 51 ટકા એમ્પલોયર માર્ચ ક્વાર્ટરમાં હાયરિંગ કરવાની ઈચ્છા ધરાવે છે, જ્યારે નાની કંપનીઓના મામલામાં માત્ર 25 ટગકા નિયોક્તાઓએ જ આવી ઈચ્છા જતાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
