2030 સુધીમાં બાંધકામ ક્ષેત્રમાં થશે 10 કરોડ નોકરીઓનું સર્જન : રિપોર્ટ
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા અને રોયલ ઈન્સ્ટિટ્યુશન ઓફ ચાર્ટર્ડ સર્વેયર્સ (RICS) દ્વારા તાજેતર એક અહેવાલ જાહરે કર્યો છે. જેમાં બીજા ક્રમના સૌથી મોટા રોજગાર જનરેટર તરીકે ભારતના બાંધકામ ક્ષેત્રની નોંધપાત્ર ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

તાજેતરમાં આ ક્ષેત્ર 7.1 કરોડ (71 મિલિયન) વ્યક્તિઓના કર્મચારીઓને રોજગારી આપે છે, અને વર્ષ 2030 સુધીમાં આ સંખ્યા 10 કરોડ (100 મિલિયન) ને વટાવી જવાની અપેક્ષા છે.
આ રિપોર્ટ સૂચવે છે કે, ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ઉત્પાદન 2030 સુધીમાં USD 1 ટ્રિલિયન સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે, જે હાલના USD 650 બિલિયનથી નોંધપાત્ર વધારો છે. બાંધકામ ક્ષેત્રે કુશળ રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરીને રિપોર્ટ કુશળ કાર્યબળમાં હાલના સ્તરો અને અંતર પર ભાર આપે છે.
આ રિપોર્ટ ભારપૂર્વક જણાવે છે કે, જેમ જેમ ભારતના રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રો સતત વૃદ્ધિ પામશે, તેમ તેમ કુશળ કર્મચારીઓની માંગમાં નોંધપાત્ર વધારો થશે. બાંધકામ ઉદ્યોગમાં ટેકનિકલિ ડેવલોપમેન્ટના કારણે ઉત્પાદકતામાં વધારો થયો છે, જે કુશળ કામદારોની જરૂરિયાતને વધુ બળ આપે છે.
બીજો સૌથી મોટો રોજગાર જનરેટર - રિપોર્ટ મુજબ, ભારતનું બાંધકામ ક્ષેત્ર બીજા ક્રમનું સૌથી મોટું રોજગાર જનરેટર છે, અને 2023 સુધીમાં, 71 મિલિયન (7.1 કરોડ) કર્મચારીઓ બાંધકામ ક્ષેત્રમાં કાર્યરત હોવાનો અંદાજ છે. જોકે, આ કર્મચારીઓમાંથી 81 ટકા અકુશળ છે, અને માત્ર 19 ટકા જ કુશળ કર્મચારીઓ છે.
રિપોર્ટ સૂચવે છે કે, કુશળ કર્મચારીઓની માંગ ડેવલપર્સ, કન્સ્ટ્રક્શન કંપનીઓ અને કન્સલ્ટિંગ ફર્મ્સ વગેરેમાંથી આવશે. આ માંગને પહોંચી વળવા માટે, સરકારી પહેલો, શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમ સંસ્થાઓ દ્વારા કુશળ માનવબળનો પુરવઠો ઉત્પન્ન થવાની અપેક્ષા છે.
શું કહે છે આંકડા? - નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NSDC)ના અંદાજ મુજબ, એકંદર વર્કફોર્સ (કુશળ અને અકુશળ)ના 87 ટકા રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા શોષાય છે, જ્યારે બાકીના 13 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર દ્વારા શોષાય છે.
કુલ 71 મિલિયન બાંધકામ કર્મચારીઓમાંથી, 4.4 મિલિયન મુખ્ય કુશળ કર્મચારીઓ છે, જેમાં ઇજનેરો, ટેકનિશિયન અને ક્લેરિકલ સ્ટાફનો સમાવેશ થાય છે, જ્યારે 6.9 મિલિયન વ્યાવસાયિક-પ્રશિક્ષિત કર્મચારીઓ છે.
આ રિપોર્ટમાં મજબૂત આર્થિક વૃદ્ધિ માટેની તેની સંભવિતતાનો ઉપયોગ કરવા અને રોજગાર લક્ષ્યાંકોની પરિપૂર્ણતા સુનિશ્ચિત કરવા બાંધકામ ક્ષેત્રમાં કૌશલ્યના તફાવતને સંબોધવાના મહત્વને રેખાંકિત કરવામાં આવ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
