કૃષી કાયદા પરત લેવાતા કંગના ભડકી, સરકારના નિર્ણયને શરમજનક કહ્યો!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રી કંગના રાણાવત મોદી સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રી કંગના રાણાવત મોદી સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહી છે. કંગનાએ કૃષિ કાયદાની વાપસીને દુઃખદ અને શરમજનક ગણાવતા કહ્યું કે મોદી સરકારનો આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. કંગનાએ ઈન્ટાગ્રામ પર સ્ટોરી કરીને પોતાની ભડાસ કાઢી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષથી વધુ સમયથી વિવાદમાં રહેલા ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી હતી અને આ માટે સંસદના આગામી સત્રમાં બિલ લાવવામાં આવશે.

કંગનાએ કહ્યું કે જો લોકો સંસદમાં ચૂંટાયેલી સરકારની જગ્યાએ રોડ પર કાયદો બનાવવાનું શરૂ કરે તો તે જેહાદી રાષ્ટ્ર છે. જે આ ઈચ્છતા હતા તેઓને અભિનંદન. જણાવી દઈએ કે આજે રાષ્ટ્રને પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ખેડૂતોને સમજાવી શક્યા નથી, અમારી તપસ્યાનો અભાવ હતો, જેના કારણે અમારે આ કાયદા પાછા ખેંચવા પડ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે, તેની સરકાર તમામ પ્રયાસો છતાં ખેડૂતોના એક વર્ગને ત્રણ નવા કૃષિ કાયદાના ફાયદા સમજાવવામાં નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે આ ત્રણ કૃષિ કાયદાઓનો ઉદ્દેશ્ય ખેડૂતો ખાસ કરીને નાના ખેડૂતોનું સશક્તિકરણ છે. ત્રણ કૃષિ કાયદાઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશના દરેક ખૂણામાં ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે અને સમર્થન કર્યું છે. હું આજે તે બધાનો ખૂબ જ આભારી છું.
તેમણે કહ્યું કે, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે છે, ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, દેશના કૃષિ જગતના હિતમાં, દેશના હિતમાં, ગામડાના ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે, સંપૂર્ણ ઇમાનદારી સાથે ખેડૂતો માટે આ કાયદો લાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આટલી પવિત્ર વસ્તુ, સંપૂર્ણપણે શુદ્ધ, ખેડૂતોના હિતની બાબત અમે અમારા પ્રયત્નો છતાં કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નથી. તેમણે કહ્યું કે કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓનું મહત્વ સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. આજે હું તમને આખા દેશને જણાવવા આવ્યો છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા સંસદ સત્રમાં અમે આ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરીશું. તેને વધુ પારદર્શક બનાવવા માટે, આવા તમામ વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓ હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
