એફડી ખાતા પર SBI માંથી લોન કેવી રીતે લેશો?
ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBIના ગ્રાહકો પોતાની એફડી તોડ્યા વિના એફડી ખાતા પર લોન લઈ શકે છે.
ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે SBIના ગ્રાહકો પોતાની એફડી તોડ્યા વિના એફડી ખાતા પર લોન લઈ શકે છે. SBIમાં સિંગલ નામ પર એફડી ખાતું રાખનાર ગ્રાહકો આ સુવિધાનો ઓનલાઈન લોન પણ લઈ શકે છે. જો કે ઓનલાઈન સુવિધા ફક્ત ઓવરડ્રાફ્ટ સુધી જ સીમિત છે. બેન્કના કહવા પ્રમાણે સુરક્ષા સાથે એફડી પર લોન મળે છે. ચાલો જોઈએ FD પર SBI માંથી કેવી રીતે લોન કઈ શકાય છે.

એફડી પર એસબીઆઈમાંથી લોન
સૌથી પહેલા ગ્રાહકોને SBIની વેબસાઈટ onlinesbi.com પર જવું પડશે અને યુઝર આઈડી પાસવર્ડનો ઉપયોગ કરી લોગ ઈન કરવું પડશે. એફડી વિરુદ્ધ ઓવરડ્રાફ્ટ ઈ ફિક્સ્ડ ડિપોઝિટ ટેબની રીતે ઉપલબ્ધ છે. એફડી વિરુદ્ધ ઓવરડ્રાફ્ટ ઈ ફિક્સ્ડ ડિપોઝિટ ટેબ તરીકે મળશે. વૈકલ્પિક રીતે ગ્રાહક સુવિધાનો લાભ ઉઠાવવા માટે બ્રાંચનો સંપર્ક કરી શકે છે.

લોનની અમાઉન્ટ
ઓનલાઈન ઓવરડ્રાફ્ટ સુવિધાનો ફયદો લેવા માટે લઘુત્તમ લોન 25 હજારની હોવી જરૂરી છે. તો ફિક્સ્ડ ડિપોઝિટ પર ઓનલાઈન મળતી વધુમાં વધુ ઓવરડ્રાફ્ટની મર્યાદા 5 કરોડ છે. જ્યારે SBIના કહેવા પ્રમાણે બ્રાંચના રેગ્યુલર મોટા કસ્ટમર માટે કોઈ વિશેષ મર્યાદા નથી.

વ્યાજ દર અને ફી
સંબંધિત એફડી ઉપર 1 ટકાનો વ્યાજ દર છે. તમને જણાવી દઈએ કે SBI એફડી પર લોન આપવા માટે ઝીરો ફી વસુલે છે.

માર્જિન
ફિક્સ્ડ ડિપોઝિટ પર એસબીઆઈની લોન અંતર્ગત ગ્રાહકો પોતાની વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ વેલ્યુના 90 ટકા અને ઓવરડ્રાફ્ટ સુવિધા તરીકે ફિક્સ ડિપોઝિટના 75 ટકા રકમ મેળવી શકે છે. બ્રાંચ પ્રમાણે ગ્રાહક અંતનિર્હિત સુરક્ષા મૂલ્યના 90 ટકા લોન કે ઓવરડ્રાફ્ટ તરીકે મેળવી શકે છે.

રિ પેમન્ટનો સમય
બ્રાંચના માધ્યમથી લીધેલી લોન માટે દેણદારોની ક્ષમતા પ્રમાણે રિ પેમેન્ટનો સમય નક્કી કરવામાં આવે છે. એસબીઆઈના કહેવા પ્રમાણે વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટના ખાતા વિરુદ્ધ વધુમાં વધુ રિ પેમેન્ટનો સમય 5 વર્ષ અને ફિક્સ્ડ ડિપોઝિટ ખાતા માટે 3 વર્ષનો રિ પેમેન્ટ સમય નિર્ધારિત કરાયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
