Tattoo HIV Infection : ટેટૂનો શોખીના સાવધાન, 68 મહિલાઓ HIV પોઝિટિવ, જાણો કેવી રીતે થયો ખુલાસો?
Tattoo HIV Infection: આજકાલના ટેટૂના દિવાના યુવાનોએ ચૌકી જવા જેવો કિસ્સો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામે આવ્યો છે.
આ કિસ્સો સામે આવ્યા બાદ ટેટૂ બનાવનારાઓએ ચેતી જવા જેવુ છે. અહેવાલો અનુસાર, ટેટૂના કારણે એક સાથે 68 મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ છે.

અહેવાલો અનુસાર, ગાઝિયાબાદમાં છેલ્લા ચાર વર્ષમાં લગભગ 68 મહિલાઓ HIV પોઝીટીવ મળી આવી છે. જિલ્લા મહિલા હોસ્પિટલમાં હાથ ધરવામાં આવેલી પ્રિ-નેટલ તપાસમાં આ વાતનો ચૌકાવનારો ખુલાસો થયો છે. આમાંથી કેટલીક મહિલાઓનું કહેવું છે કે તેમને રસ્તા પર ટેટૂ કરાવવાથી આ ઈન્ફેક્શન થયું છે. હાલ તમામની સારવાર ચાલી રહી છે.
જિલ્લા મહિલા હોસ્પિટલના એચઆઈવી કાઉન્સેલર ઉમા સિંહે મીડિયાને જણાવ્યું કે, દર વર્ષે 15 થી 20 મહિલાઓ એચઆઈવી સંક્રમિત જોવા મળે છે. આ વર્ષે પણ 4 થી 5 મહિલાઓ સંક્રમિત જોવા મળી છે.
તેમણે કહ્યું કે, આ મહિલાઓએ રસ્તા પર ટેટૂ કરાવ્યા હતા. હાલ તમામની સારવાર કરાઈ રહી છે. તેમણે કહ્યું કે, ટેટૂ કરાવવાથી ઈન્ફેક્શન નથી થતું પરંતુ તે જ સોયનો ઉપયોગ કરવાથી થઈ શકે છે. સોયથી ચેપગ્રસ્ત વ્યક્તિનું ટેટૂ બનાવ્યા બાદ અન્ય પર કરવામાં આવે તો ચેપ ફેલાવાનું જોખમ રહેલું છે. આ બધા કિસ્સામાં આવું જ બન્યું હોઈ શકે છે.
તેમણે કહ્યું કે, જો ટેટૂ કરાવ્યા પછી એ સોયનો ઉપયોગ ફરીથી ન કરવામાં આવે તો ચેપથી બચી શકાય છે. તેણે કહ્યું કે જ્યારે પણ તમે ટેટૂ કરાવવા જાવ ત્યારે અલગ સોયનો ઉપયોગ કરવાનું ચોક્કસ કહો.
જણાવી દઈએ કે, ટેટૂથી HIV સંક્રમણનું જોખમ માત્ર 0.3 ટકા છે. જો ચેપગ્રસ્ત વ્યક્તિ ટેટૂ કરાવે છે અને અન્ય કોઈ વ્યક્તિ પર તે સોયનો ઉપયોગ થાય છે તો લોહીના કારણે જોખમ વધી જાય છે. એચઆઈવી અને હેપેટાઈટીસ જેવા ઘણા રોગો લોહીથી થાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
