Summer Foods : આ પાંચ વસ્તુ ગરમીમાં આપશે ઠંડક, મળશે આંતરિક ઠંડક
Summer Foods : હાલના સમયમાં ભારતમાં ગરમી પોતાના ચરમ પર છે. તીવ્ર સૂર્યપ્રકાશને કારણે, શરીર પર ખરાબ અસર થવા લાગી છે, તેથી આપણે ઉનાળાની ઋતુમાં આપણા ખોરાક અને દિનચર્યા પર ઘણું ધ્યાન આપવું પડશે.
Summer Foods : ગરમીની ઋતુ એટલે કે ઉનાળાનું આગમન થઇ ગયું છે. આ વચ્ચ વરસાદને કારણે દિવસે ગરમી અને રાત્રે વધુ પડતી ઠંડી પડી રહી છે. જે કારણે લોકોમાં બીમારીનું જોખમ વધી રહ્યું છે. આવામાં તમારે પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

ઉનાળાની ઋતુમાં તમારે હાઇડ્રેટ રહેવા માટે પુરતુ પાણી પીવું જોઇએ. આ સાથે તમારે તમારા ડાયટમાં અમુક ખોરાક ઉમેરવા જોઇએ, જેનાથી તમને આંતરિક ઠંડક મળે.
સામાન્ય રીતે હીટ સ્ટ્રોક અને ડીહાઈડ્રેશનનો ખતરો ઘણો વધારે હોય છે, આવી સ્થિતિમાં તમારે કેટલાક એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જે આ ગરમ હવામાનમાં રાહત આપવાનું કામ કરે છે.

છાશ - Buttermilk
જો તમે દહીં અને બ્લેક સોલ્ટ ભેળવીને છાશ તૈયાર કરો છો, તો તેને પીવાથી શરીરને ઠંડક મળે છે, અને જો તમે તેલયુક્ત ખોરાક ખાઓ છો,તો પાચનતંત્ર બગડતું નથી.

લીલા શાકભાજી - Green Vegetables
લીલા શાકભાજી તમામ પ્રકારથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ લીલા શાકભાજી ગરમીથી રાહત અપાવવામાં પણમહત્વનો ભાગ ભજવે છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રહે છે અને પેટમાં ગરમીનો સામનો કરવો પડતો નથી.

લીંબુ - Lemon
લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે માત્રામાં હોય છે. તે આપણને ગરમીથી તો બચાવે જ છે, પણ અંદરથી તાજા પણ રાખે છે.તમે દિવસમાં ઘણીવાર લીંબુ પાણી પી શકો છો.

સંતરા - Orange
ઉનાળામાં સંતરાનું સેવન વધારવું જરૂરી છે. કારણ કે, તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે આપણને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેમાંહાજર વિટામિન સી, ફાઈબર અને કેલ્શિયમ પણ શરીરને ફાયદો કરે છે.

નાળિયેર પાણી - Tender Coconut Water
ઉનાળાની ઋતુમાં જો તમે તડકા અને ગરમીથી પરેશાન છો, તો ક્યારેય પણ સોફ્ટ ડ્રિંક્સ ન પીવો, તેના બદલે નારિયેળ પાણીનું સેવનકરવાથી ન માત્ર શરીરને ઘણા પોષક તત્વો મળશે, પરંતુ હીથ સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
