Vitamin Deficiency : થાક અને કમજોરીથી છો પરેશાન, હોય શકે છે વિટામીનની કમી
Vitamin Deficiency : આપણા શરીરને હલનચલન માટે ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકમાંથી મળતા પોષકતત્વો અને વિટામીન્સ વગેરે શરીરને સ્વસ્થ રાખે છે. આવામાં જો આપણા શરીરમાં પોષકતત્વો કે વિટામીન્સની ઉણપ સર્જાય તો કમજોરી અને થાક લાગે છે.
ભારતમાં ઘણા લોકો વિટામીનની ઉણપનો સામનો કરી રહ્યા છે. એટલા માટે આપણે પણ સમયસર સજાગ રહેવું જોઈએ. ઘણા ન્યુટ્રિશન એક્સપર્ટે જણાવે છે કે, ઘણીવાર સ્વસ્થ દેખાતા ઘણા લોકો આંતરિક રીતે નબળા હોય છે.

વિટામિનની ઉણપના ગેરફાયદા
વિટામિનના ઘણા પ્રકારો છે, જેમાં A, B, C, D, E અને Kનો સમાવેશ થાય છે. દરેક પોષક તત્વોનું પોતાનું મહત્વ હોય છે અને તેનાથી શરીરને ફાયદો થાય છે. તેમની ઉણપને કારણે શરીર નબળું પડી જાય છે, હાડકાં સંકોચવા લાગે છે, સ્નાયુઓમાં પણ દુઃખાવો થવા લાગે છે. ઘણા એવા કિસ્સાઓ છે, જેમાં ત્વચા શુષ્ક અને ઢીલી થઈ જાય છે, આ સાથે જ માથાના વાળ પણ નબળા થઈ જાય છે.
કોને વધુ વિટામિનની જરૂર છે?
કોઈપણ ઉંમરનો વ્યક્તિ વિટામીનની ઉણપનો શિકાર બની શકે છે, પરંતુ વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓ આનો શિકાર બને છે. જો તમે બીમારી દરમિયાન અમુક દવાઓ લો છો, તો પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. આ સિવાય જો યુવાનો હેલ્ધી ફૂડને બદલે કંઈપણ આચરકુચર ખાવાનું શરૂ કરે, તો તેમનામાં વિટામીન અને અન્ય પોષક તત્વોની પણ ઉણપ જોવા મળે છે.
મલ્ટીવિટામીન ખાવું જોઈએ
જો તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે, તો તેને દૂર કરવા માટે મલ્ટીવિટામીન સપ્લીમેન્ટ્સ લઈ શકાય છે. આ ખાવાથી વિટામીન્સની ઉણપ દૂર થશે, જે સાથે સાથે શરીરને ક્રોમિયમ, ઝિંક, સેલેનિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પણ મળશે.
મલ્ટીવિટામીન ખાવાના ફાયદા
મલ્ટીવિટામીન ખાવાથી શરીરને ગજબની એનર્જી મળે છે, તેનું શરીર અને નર્વસ સિસ્ટમ સુધરે છે અને તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તમે રોગચાળા દરમિયાન પણ સુરક્ષિત રહી શકો છો. જો પગ, શરીર અને હાથમાં દુઃખાવો થતો હોય, તો મલ્ટીવિટામીન તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
