Sleeping Tips: અપૂરતી ઊંઘ બની શકે છે ઘાતક, જાણો નુકસાન અને ઉપાય
Sleeping Tips: આપણામાં એક કહેવત છે કે, સુતા રહેનારનું ભાગ્ય સુતું રહે છે. આ કહેવત સમય સાથે બદલાઇ ગઇ છે. કારણ કે, હવે લોકો કામના ચક્કરમાં આરામ કરવાનું ભૂલી ગયા છે. જે કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી. પહેલા સુવાને આળસ સાથે જોડવામાં આવતું હતું, હવે સુવાને આરોગ્ય સાથે જોડવામાં આવી રહ્યું છે.
વર્તમાન સમયમાં મોટાભાગના લોકો અનિદ્રાની ભયંકર સમસ્યાથી પીડિત છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેમને સારી અને ગાઢ ઊંઘ આવે, પરંતુ મોટાભાગના લોકોની આંખોમાંથી ઉંઘ ગાયબ હોય છે. આવી સ્થિતિમાં, લોકો રાત્રે 2-3 વાગ્યા સુધી તેમના મોબાઈલ પર સ્ક્રોલ કરતા રહે છે અને સવારે મોડે સુધી સૂઈ જાય છે, જે એક બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી છે.
ઘણી વખત મોડી રાત્રે સૂવાને કારણે લોકોને સંપૂર્ણ ઊંઘ નથી આવતી. સાયન્સ જર્નલમાં જણાવ્યા અનુસાર, જે વ્યક્તિ 6 કલાક સુતી નથી, તેનું જીવન 12 ટકા ઓછું થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉંઘ ન આવવાના કારણે તમારું શરીર અનેક રોગોનું ઘર બની જાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, ઊંઘ ન આવવાથી તમને કઇ બીમારીઓ ઘેરી શકે છે, અને સારી ઊંઘ મેળવવા માટે તમારે શું કરવું જોઈએ?

ઓછી ઊંઘને કારણે થઈ શકે છે આ રોગો
સ્થૂળતા વધે છે - ઓછી ઊંઘનેકારણે શરીરનું મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે, જેના કારણે મેદસ્વીતા ઝડપથી વધે છે. સ્થૂળતા વધવાને કારણે તમારું શરીર અનેક ગંભીર બીમારીઓ માટે સંવેદનશીલ બની જાય છે.
થઈ શકે છે ડાયાબિટીસ - જો તમને યોગ્ય ઊંઘ ન મળે તો સ્વસ્થ વ્યક્તિ પણ પ્રી-ડાયાબિટીસ અને પોસ્ટ ડાયાબિટીસના તબક્કામાં પહોંચી જાય છે. વાસ્તવમાં ઊંઘનો અભાવ ઇન્સ્યુલિન પ્રતિકાર, સ્ટ્રેસ હોર્મોન્સ અને બળતરાને વધારે છે. પરિણામે શરીરમાં શુગર લેવલ વધે છે.
હૃદયરોગના દર્દીઓ - શિકાગો યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, દરરોજ માત્ર બે કલાક ઓછી ઊંઘ લેવાથી તમને હૃદય સંબંધિત બીમારીઓ થઈ શકે છે, જેનાથી તમારું બીપી વધે છે, અને હૃદય પર દબાણ આવે છે. આવી સ્થિતિમાં ઓક્સિજન સપ્લાય કરતી રક્તવાહિનીઓ બગડી જાય છે, જેના કારણે લોકો 45 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર બનવા લાગે છે.
મગજ નબળું પડે છે - ઊંઘની અછત માત્ર શરીર પર જ નહીં, પરંતુ તમારા મન પર પણ ઊંડી અસર કરે છે. ઓછી ઊંઘનેકારણે સ્ટ્રેસ લેવલ વધે છે, જે તમારા મગજને ટ્રિગર કરે છે. જેના કારણે લોકો ચિંતા અને ડિપ્રેશનનો શિકાર બને છે.
સારી ઊંઘ કેવી રીતે મેળવવી?
તાજો ખોરાક જ ખાઓ - તમારી જાતને સ્વસ્થ રાખવા માટે, તમારા આહારનું ધ્યાન રાખો અને હંમેશા ઘરે બનાવેલો તાજો ખોરાક લો.
તળેલો ખોરાક ન ખાવો - સારી ઊંઘ માટે એ જરૂરી છે કે, તમે બહારનો ખોરાક ઓછો કરો, અને શક્ય હોય ત્યાં સુધી તળેલા ખોરાકનો વપરાશ ઓછો કરો.
5-6 લીટર પાણી પીવો - જો તમે આખા દિવસમાં 5-6 લીટર પાણી પીઓ છો, તો તે માત્ર તમને સારી ઊંઘ જ નહીં, પરંતુ તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદ કરશે.
દરરોજ વર્કઆઉટ કરો - સારી ઊંઘ માટે એ જરૂરી છે કે, તમારું શરીર શારીરિક રીતે થાકેલું હોય, તેથી તમારે દરરોજ કસરત કરવી જોઈએ.
સારી ઊંઘ માટેના યોગસન
ઉજ્જયી - ઉજ્જયી કરવાથી તમારું હૃદય સ્વસ્થ અને મજબૂત બને છે. આમ કરવાથી ફેફસામાં વધુ ઓક્સિજન પહોંચે છે.
ઉદગીથા - ઉદગીથા યોગાસન અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. આ યોગથી બ્લડપ્રેશર સામાન્ય રહે છે, અને મન શાંત થાય છે.
શવાસન - આ યોગ આસન કરવાથી શરીર આરામ કરશે અને થાક ઓછો થશે. તમને અનિદ્રાની સમસ્યામાંથી રાહત મળશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
