ઠંડીમાં મોજા પહેરીને સુવુ જોઈએ કે નહીં? જાણો શું કહે છે નિષ્ણાતો?
કડકડતી ઠંડી આવતા જ લોકો ગરમ કપડા પહેરીને ઘાબળામાં લપેટાઈ જાય છે. ઘણા લોકો સુતી વખતે પણ ગરમ કપડા સાથે મોજા પહેરીને સુવે છે.
ઠંડીથી બચવા આપણે જેકેટ્સ અને મોજાંનો આશરો લઈ રહ્યા છીએ. રાત્રે પોતાને ગરમ અને આરામદાયક રાખવા માટે ઘણા લોકો પથારીમાં મોજાં પહેરીને સુવે છે. ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે સૂતી વખતે મોજાં પહેરવા જોઈએ કે નહીં?

કેટલાક લોકો માને છે કે આનાથી શરીર વધારે ગરમ થાય છે અને ઊંઘમાં ખલેલ થવાનું જોખમ રહે છે. પરંતુ વાસ્તવમાં મોજા શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
શિયાળામાં પગને રજાઈ અને ધાબળાથી ગમે તેટલા ઢાંકીએ તો પણ પગ ગરમ થતા નથી, તેથી આખા શરીરને ઠંડકનો અનુભવ થાય છે. આ સ્થિતિમાં મોજા પહેરવાથી શરીરને ગરમી મળે છે.
મોજાં પહેરીને સૂવું એ ડિસ્ટલ વેસોડિલેશનની પ્રક્રિયા માટે ફાયદાકારક છે. આનાથી હાથ અને પગમાં લોહીનો પ્રવાહ વધે છે અને કોર તાપમાનને ઘટાડે છે અને તમને ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.
જો ફાટેલી હીલ્સથી પીડાતા હોવ તો તે ઠંડી શુષ્ક હવાના સતત સંપર્કમાં રહેવાને કારણે થઈ શકે છે જે તમારી ત્વચાને સૂકવી નાખે છે. આને ઠીક કરવા તમારા પગને મોઇશ્ચરાઇઝ કરો અને મોજાં પહેરો.
ડૉક્ટરોનું કહેવું છે કે જે લોકોના પગમાં ઘા હોય અથવા બ્લડ સર્ક્યુલેશન સંબંધિત સમસ્યા હોય તેમણે રાત્રે મોજાં પહેરીને ન સૂવું જોઈએ. ગરમ તાપમાનવાળા વાતાવરણમાં રહેતા લોકોએ પણ મોજાં ન પહેરવા જોઈએ.
જે લોકોને ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા હોય તેમણે પણ આ ટાળવું જોઈએ. મોજાં સાફ રાખવા અને સમયાંતરે તેને સાફ કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. આ ચેપનું જોખમ ઘટાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
