Kidney Stone : પથરી મટાડવા બિયર પી રહ્યાં છો તો સાવધાન..! જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ?
Kidney Stone : પથરીથી પરેશાન ઘણા લોકોને તમે બિયર પીતા કે બિયર બીવાની સલાહ આપતા જોયા હશે. અહીં તમને સવાલ થતો હશે કે શું ખરેખર બિયર પીવાથી કિડની સ્ટોનંમાં ફાયદો થાય ખરો?
કિડનીમાં પથરીની સમસ્યા આજકાલ સામાન્ય છે. ઘણા લોકો કિડનીમાં પથરીની સમસ્યાથી પીડાય છે. જો કીડની સ્ટોનની સાઈઝ નાની હોય તો તે ટોઈલેટ દ્વારા બહાર આવે છે પરંતુ સાઈઝ મોટી હોય તો તે ઘણી બધી સમસ્યાઓનું કારણ બની શકે છે.

કિડનીની પથરીને લઈને પણ વિચિત્ર વાતો પ્રચલિત છે. કેટલાક લોકો કહે છે કે જો તમે કીડની સ્ટોન મટાડવા બીયર પીશો તો તે જાતે જ દૂર થઈ જશે. આ મામલામાં લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને બિયર પીવા લાગે છે.
'સર ગંગારામ હોસ્પિટલના યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. અમરેન્દ્ર પાઠકના જણાવ્યા અનુસાર, કિડનીના બે ભાગ છે. લોહી એક ભાગમાં ફિલ્ટર થાય છે અને પેશાબ બીજા ભાગમાં સંગ્રહિત થાય છે. બીજા ભાગમાં જે પેશાબ જમા થાય તેને પેલ્વિસ, યુરેટર અને મૂત્રાશય કહેવાય છે.
જ્યારે આ વિસ્તારમાં પેશાબ એકઠું થવા લાગે ત્યારે પથરી બનવાની શક્યતા વધી જાય છે. મોટાભાગની પથરી કેલ્શિયમ પત્થરો હોય છે. પથ્થરની રચના શોધવી થોડું મુશ્કેલ છે. લોકો પાણી ઓછું પીવે છે અને વધુ પ્રોટીન ખાય છે.
આ સ્થિતિમાં કિડનીમાં પથરીનું નિર્માણ અનિવાર્ય છે. જે લોકોના આહારમાં કેલ્શિયમ વધારે હોય અને તે પેશાબમાં જમા થઈ જાય છે તો તે પથરી બની જાય છે.
બીયર મુખ્યત્વે આલ્કોહોલિક પીણું છે, તેને પીવાથી વારંવાર પેશાબ થાય છે. ઘણા લોકો વિચારે છે કે વારંવાર પેશાબ કરવાથી પથરી નીકળી જશે. પરંતુ હજુ સુધી આવા કોઈ અભ્યાસમાં તેની સાબિતી મળી નથી.
કીડનીના દર્દીઓને ડોકટરો ક્યારેય બીયર પીવાની સલાહ આપતા નથી. જો કોઈ વ્યક્તિને કિડનીમાં પથરીના અવરોધની સમસ્યા હોય તો તેણે ઝડપથી શૌચાલય જવું પડે છે અને કિડની ફૂલી જાય છે. આવી સ્થિતિમાં સમસ્યા ગંભીર બની શકે છે. આ સ્થિતિમાં લોકોને બીયર પીવાની મનાઈ છે.
સંશોધન દરમિયાન એક ખાસ પ્રકારના સર્વેમાં ચૌકાવનારા તારણો જોવા મળ્યા. આ સર્વે પ્રિસ્ટીન નામની હેલ્થ કેર કંપનીએ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી છે કે દરેક ત્રીજો ભારતીય માને છે કે બિયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
