Joint Pain: નાની ઉંમરમાં થઇ ગયો છે સાંધાનો દુઃખાવો, આ પાંચ ટિપ્સથી મજબુત થશે હાડકા
Joint Pain: ખરાબ જીવનશૈલી અને રહેણી-કરણીની અસર સીધી તમારા આરોગ્ય પર જોવા મળી શકે છે. વર્તમાન સમયમાં લોકો ઓછી ઉંમરમાં પણ ઘુંટણ, ખભા, ગરદન અને કમરના દુઃખાવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. આવામાં નાની અમથો ઘા પણ તેમને ફેક્ચરનું કારણ બની શકે છે.
જો તમે પણ આ શારીરિક નબળાઈને હળવાશથી લઇ રહ્યા છો, તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, યુવાવસ્થામાં પણ હાડકાના સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ અહેવાલમાં એવી 5 ટિપ્સ જાણીશું, જેને અપનાવીને તમે પણ તમારા હાડકાંને મજબૂત બનાવી શકો છો.
કેલ્શિયમની ઉણપ - હાડકાંને સ્વસ્થ રાખવા માટે શરીરમાં કેલ્શિયમની ઉણપ ન હોવી જોઈએ. આ માટે તમે ડ્રાય ફ્રૂટ્સ, ડેરી પ્રોડક્ટ્સ અને સોયા પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો. આ ઉપરાંત, તમારે લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા મોસમી ફળો પણ ખાવા જોઈએ.

વિટામિન ડી પણ મહત્વપૂર્ણ છે - જો તમે નોન-વેજ ખાઓ છો, તો તમે માછલી અને ઈંડાનું મુક્તપણે સેવન કરી શકો છો. તે વિટામિન ડીનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. વધુમાં દૂધ, આખા અનાજ અને મશરૂમ પણ વિટામિન ડીના સારા સ્ત્રોત છે, જેનું સેવન એકંદર આરોગ્ય માટે ફાયદાકારક છે.
પ્રોટીનયુક્ત ખોરાક ખાઓ - હાડકાંને મજબૂત કરવા માટે શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળવું ખૂબ જ જરૂરી છે. તેની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ, દહીં, સોયાબીન, ચણા, પાલક, બ્રોકોલી, રાજમા વગેરેનું સેવન કરી શકો છો.
એક્ટિવ રહો - ડેઇલી રુટિન પણ હાડકાં પર ખૂબ અસર કરે છે. જો તમે વધુ હલનચલન કરતા નથી અથવા તમારો મોટાભાગનો સમય સૂવામાં વિતાવે છે, તો તમારા શરીરની મુદ્રામાં ફેરફાર થવા લાગે છે, અને તમારે નાની ઉંમરમાં જ સાંધાના દુખાવાનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે, તમારે ખાવાની આદતોની સાથે શારીરિક પ્રવૃત્તિ પર પણ ધ્યાન આપવું જોઈએ.
દારૂ અને ધૂમ્રપાનનો કરો ત્યાગ - આલ્કોહોલના વધુ પડતા સેવનથી પણ શરીરની રચના પોકળ બની જાય છે. આ ઉપરાંત ધૂમ્રપાનનું વ્યસન ફેફસાંની સાથે હાડકાંને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, થોડી કસરત કર્યા પછી, શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય છે, અને હાડકા પ્રતિક્રિયા આપે છે. તેથી હાડકાના સારા સ્વાસ્થ્ય માટે આ બે વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
