Health Tips : પાચનની સમસ્યાઓથી મળશે છુટકારો, આ 5 હેલ્ધી ડ્રિંક કરશે મદદ
Health Tips : વર્તમાન સમયમાં ચાલી રહેલી ભાગાદોડીને કારણે લોકોની જીવનશૈલી ખરાબ થઇ રહી છે. આ સાથે લોકો ખાવાપીવામાં ધ્યાન નથી રાખતા. જે કારણે પાચન સમસ્યા સામાન્ય બની ગઇ છે.
વધારે પડતી તળેલી અને મસાલેદાર વસ્તુઓ ખાવાને કારણે પાચનતંત્ર નબળું પડી જાય છે. જે કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.

પાચન સમસ્યા માટે દરરોજ દવાઓ લેવી યોગ્ય નથી - પાચન સમસ્યા માટે દરરોજ દવાઓ લેવી યોગ્ય નથી. આવી સ્થિતિમાં જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગતા હોય, તો ચોક્કસ પ્રકારની હર્બલ ટીનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. હર્બલટીમાં રહેલા પોષક તત્વો પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે.
અજમાની ચા - અજમાને પાચનમાં ફાયદાકારક ઔષધી માનવામાં આવે છે. અજમાની ચા પીવાથી અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓથી છૂટકારો મળે છે. અજમો પેટને નરમ બનાવે છે. પેટના દુઃખાવામાં પણ રાહત આપે છે.
ફુદીનાની ચા - ફુદીનો પાચન માટે ફાયદાકારક છે. ફુદીનામાં વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટ સારી માત્રામાં હોય છે, જે પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. જો તમે રોજ ફુદીનાની ચા પીશો, તો પાચન સંબંધી સમસ્યાઓ હંમેશા દૂર રહેશે.
તુલસીની ચા - તુલસી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે તુલસીને ઔષધીય ગુણોનો ભંડાર માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી અનેક રોગોનું જોખમ ઘટી થઈ જાય છે. તુલસીની ચા પીવાથી ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે. આ સાથે શરીરને યોગ્ય રીતે ડિટોક્સિફાય થાય છે.
આદુની ચા - આદુ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આદુની ચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે. આદુને પાણીમાં ઉકાળો અને તેમાં લીંબુ સાથે મધ મિક્સ કરો. આદુ પાચન માટે ફાયદાકારક છે. તે શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. એલચી સાથે આદુ પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
