Health Tips : વાયરલ બિમારીઓમાં રામબાણ ઇલાજ છે પાલકનો જ્યુસ, ફાયદો જાણીને આજે જ શરૂ કરશો
Health Tips : શિળાયાની ઋતુમાં બજારોમાં લીલા શાકભાજીનું આગમન પણ થઇ જાય છે. શિયાળાની ઋતુ ખાવા-પીવાની ઋતુ માનવામાં આવે છે. આ સાથે શિયાળામાં અનેક વાયરલ બિમારીઓનું જોખમ પણ વધુ રહે છે.
Health Tips : શિળાયાની ઋતુમાં બજારોમાં લીલા શાકભાજીનું આગમન પણ થઇ જાય છે. શિયાળાની ઋતુ ખાવા-પીવાની ઋતુ માનવામાં આવે છે. આ સાથે શિયાળામાં અનેક વાયરલ બિમારીઓનું જોખમ પણ વધુ રહે છે. આવામાં તમારે આરોગ્યપ્રદ ખોરાક લેવો ખુબ જરૂરી બની જાય છે.
જેમાં પાલકને ઉતમ માનવામાં આવે છે. કારણે કે, પાલકમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, મેગ્નેશિયમ, મેગનીઝ અને આયર્ન સહિત એન્ટીઓક્સિડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે પાલક ખાવાથી આંખો પણ સ્વસ્થ રહે છે. તો આવો આજે આપણે જાણીએ પાલક ખાવાથી શું શું ફાયદા મળે છે.

પાલકના ફાયદા
શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે
શિયાળામાં પાલકનો ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેની સાથે તેમાં કેલ્શિયમ, સોડિયમ, ક્લોરિન, ફોસ્ફરસ, પ્રોટીન અને આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.
પાલકનો રસ અનેક ગંભીર રોગોનું જોખમ ઘટાડે છે. તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે પેટને લગતી સમસ્યાઓને દૂર કરે છે. તે કબજિયાત, અપચો અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે.

શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે
પાલકમાં હાજર આયર્ન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. પાલકનો રસ એનિમિયાનું જોખમ ઘટાડે છે. તેનો રસ યાદશક્તિને મટાડે છે, તે તમારી યાદશક્તિને તેજ બનાવે છે. બ્લડ પ્રેશરની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ પાલકનો રસ જરૂર પીવો. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. તેમાં જોવા મળતું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.

ઝડપથી ઘટાડે છે વજન
પાલકનો રસ મેટાબોલિઝમ વધારે છે. જેના કારણે શરીરમાં ચરબી જમા થતી નથી અને વજન ઝડપથી ઘટવા લાગે છે. તમે પાલકના જ્યુસને કાળા જીરા પાઉડર અને મીઠું સાથે પણ પી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
