ઉનાળામાં શા માટે નારિયેળ પાણી પીવું લાભદાયક છે?
નારિયેળનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. આ પાણીમાં વિટામીન અને મિનરલ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. આયુર્વેદમાં પણ જણાવાયું છે કે 100 પ્રકારની બિમારીઓ સામે નારીયેળ પાણીથી લાભ થાય છે. ઉપરાંત શરીરને તંદુરસ્ત રાખવામાં પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
ધોમધખતો ઉનાળો શરૂ થઇ ગયો છે. ત્યારે વાસ્તવમાં ઠંડા રહેવા તાજું નારિયેળ પાણી પીવું જોઇએ. તેના અન્ય લાભ શું છે તે આવો જાણીએ...

ગુણકારી તત્વો
નારિયેળમાં વિટામીન પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વ ભરપૂર માત્રા હોય છે. નારીયેળ પાણીમાં વિટામીન, મિનરલ, ઇલેક્ટ્રોલાઇટ્સ, એન્જાઇમસ, એમીનો એસિડ અને સાઇટોકાઇન ભરપૂર માત્રામાં રહેલું હોય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
નારિયેળ પાણી પીવાથી શરીરમાં પાણીની માત્રા જળવાઇ રહે છે. તેમાં રહેલા લાભદાયક તત્વોને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલા એન્ટિ વાયરલ અને એન્ટિ બેક્ટેરિયલ તત્વો વાઇરલ ઇન્ફેક્સન કે તાવ સામે રક્ષણ આપે છે

કિડની સારવાર માટે
નારિયેળ વિવિધ બિમારીઓની સારવારમાં પણ મદદરૂપ છે. આ પાણીથી તાજગીની સાથે અનેક સ્વાસ્થ્યવર્ધક લાભ પણ થાય છે. તેનાથી કિડનીની બિમારીઓના ઇલાજમાં મદદ મળે છે. તે મૂત્રવર્ધક છે જેથી શરીરનો કચરો સાફ થઇ જાય છે.

વજન ઘટાડવા
નારિયેળમાં વસા કે કોલ્સ્ટ્રોલ હોતું નથી. આથી સ્થુળતા સામે પણ શરીરનું વજન ઘટાડવામાં નારીયેળ મદદરૂપ છે.

સગર્ભા સ્ત્રીઓ માટે શ્રેષ્ઠ
ડોક્ટર્સ ગર્ભવતી સ્ત્રીઓ માટે નારિયેળ પાણી પીવાની સલાહ આપે છે. તે બંધકોસ, બળતરા સામે ગુણકારી છે અને પાચનશક્તિ વર્ધક છે.

ત્વચાને આપે છે તાજગી
નારિયેળ પાણી ત્વચાને તાજગી આપે છે. જો તમને પિમ્પલની તકલીફ હોય તો રાતભર નારિયેળ પાણી ચહેરા પર લગાવી રાખો અને સવારે સાદા પાણીથી ધોઇ નાખો. પિમ્પલ મટે નહીં ત્યાં સુધી આમ કરો. ચોક્કસ લાભ થશે અને ત્વચામાં નિખાર આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
