Happy Hug Day 2023 : હગ ડે પર જાણો ગળે મળવાના ફાયદાઓ
Happy Hug Day 2023 : હગ ડે જે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેને ગળે લગાવીને આપણો પ્રેમ વ્યક્ત કરીએ છીએ, પરંતુ હગ માટે હગ ડેની રાહ જોવી તે યોગ્ય નથી.
Happy Hug Day 2023 : હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. આ વીક પ્રેમી પંખીડાઓ ઉમંગભેર ઉજવે છે, જેની રાહ તેઓ સમગ્ર વર્ષ દરમિયાન કરે છે. રોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે અને પ્રેમિસ ડે બાદ આવતા દિવસને હગ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.
હગનો મતલબ આલિંગન આપવું અથવા ગળે લગાવવું થાય, અને મુન્નાભાઇની સ્ટાઇલમાં બોલે તો, જાદુ કી જપ્પી. હગ કરવાથી તમે શબ્દોને બાજુ પર રાખી પોતાની લાગણી વ્યક્ત કરી શકો છો.

હગ કે આલિંગન શું છે?
હગ એ એક થેરાપી છે, જે આપણે ત્યારે કરીએ છીએ, જ્યારે આપણે ઉત્સાહિત હોઈએ છીએ કે જ્યારે આપણે ઉદાસી હોઈએ છીએ, રિલેક્ષ અનુભવ કરવાનો પ્રયાસ કરીએ છીએ.
પ્રિયજનોને આલિંગન આપવું એ સાર્વત્રિક રિલેક્સેસન છે, જે વ્યક્તિને ભાવનાત્મક રીતે મજબૂત બનાવે છે. આ સાથે હગના કેટલાક વૈજ્ઞાનિક ફાયદા પણ છે. આજે આપણે તેના વિશે જાણીશું.

તણાવ ઘટાડે છે હગ
જ્યારે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્ય તેમના જીવનમાં દુઃખદાયક અથવા અપ્રિય ક્ષણમાંથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે માત્ર એકહગ તેમના તણાવને ઓછો કરવામાં મદદ કરી શકે છે.
વિજ્ઞાનીઓ કહે છે કે, સ્પર્શ દ્વારા અન્ય વ્યક્તિને સહારો આપવાથી સામેવાળાવ્યક્તિનો તણાવ ઘણો ઓછો થઈ શકે છે. આ કમ્ફર્ટર આપનાર વ્યક્તિ તેને તણાવમુક્ત કરે છે.

હગ તમને બીમારીથી બચાવી શકે છે
હગની તણાવ ઘટાડવાનું કામ કરતું હોવાથી તે તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, આલિંગન આપવાવાથી વ્યક્તિની બીમાર થવાની શક્યતામાં ઘટાડો થઇ શકે છે.

હગ હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે
હગ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારું સાબિત થઇ શકે છે. એક અભ્યાસ મુજબ પ્રેમભર્યો સંબંધ તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે સારો હોય શકે છે, અને હગ કરવાથી તમારા સંબંધોમાં માધુર્ય વધે છે.

હગ તમને ખુશ કરી શકે છે
આપણા શરીરમાં ઓક્સીટોસિન નામનું એક રસાયણ છે, જેને વૈજ્ઞાનિકો ક્યારેક "કડલ હોર્મોન" તરીકે ઓળખે છે. આ એટલા માટે છે કારણ કે, જ્યારે આપણે કોઈને ગળે લગાવીએ છીએ, સ્પર્શ કરીએ છીએ અથવા તેની નજીક બેસીએ છીએ, ત્યારે તેનું સ્તર વધે છે. ઓક્સીટોસિન ખુશી વધારવા અને તણાવ ઘટાડવા સાથે સંકળાયેલું છે.

હગ ડર ઘટાડે છે
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, સ્પર્શ અથવા હગથી લોકોમાં ચિંતા ઓછી થઈ શકે છે. આ સિવાય તેમના મનમાં ડરની ભાવના પણઓછી હોય છે.

હગ કરવાથી દુઃખાવો ઓછો થઈ શકે છે
સંશોધન સૂચવે છે કે, સ્પર્શના કેટલાક સ્વરૂપો પીડા ઘટાડવામાં સક્ષમ હોય શકે છે. હગ એ સ્પર્શનું બીજું સ્વરૂપ છે, જે પીડાને હળવીકરવામાં મદદ કરી શકે છે.

હગ વાતચીત કરવામાં મદદ કરે છે
મોટાભાગના માનવીય સંચાર મૌખિક રીતે અથવા ચહેરાના હાવભાવ દ્વારા થાય છે, પરંતુ સ્પર્શ એ બીજી મહત્વપૂર્ણ રીત છે, જે લોકો તેમનીલાગણીઓને એકબીજા સાથે શેર કરી શકે છે.

એક દિવસમાં કેટલા હગ કરવા જોઈએ?
નિષ્ણાતોના મતે, દિવસમાં ઓછામાં ઓછા 4 વખત આલિંગન કે હગ કરવું જરૂરી છે. જોકે, આપણા આધુનિક સામાજિક રિવાજો ઘણીવાર લોકોને એવા અન્ય લોકોને સ્પર્શ ન કરવા પ્રોત્સાહિત કરે છે, જેઓ તેમની સાથે સીધા સંબંધિત નથી, પરંતુ જો તમે તમારા જીવનમાં ખુશ રહેવા માંગતા હો, તો ઓછામાં ઓછા સવારે અને સાંજે તમારા પ્રિયજનોને હગ કરવવાનો પ્રયાસ કરો. વિજ્ઞાન સાબિત કરે છે કે, તમારી નજીકના લોકો સાથે નિયમિત હગ (જે ભલે માત્ર થોડા સમય માટેનું હોય) તમારા મન અને શરીર પર ખાસ કરીને હકારાત્મક અસર કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
