વાસણ ધોવાના લિક્વિડ શોપથી આ વસ્તુઓને કદી ના ધોતા!
આઝકાલ બજારમાં અનેક જાણીતી કંપનીઓએ વાસણ સાફ કરવા માટે લિક્વિડ સોપ નીકાળ્યા છે. જેનો અનેક લોકો વાસણ સાફ કરવા માટે ઉપયોગ કરતા હોય છે. પણ ધણા લોકો આનો ઉપયોગ અન્ય વસ્તુઓની સફાઇ કરવા માટે પણ કરે છે. કારણ કે તેમના મત મુજબ તો આ છેવટે એક સાબુ જ છે. તેનાથી વાસણ ધોવા કે પગ શું ફરક પડે છે.
ત્યારે આવા જ લોકો તેનો વિવિધ પ્રકાર ઉપયોગ કરે છે. જેના કારણે તે બે બાજુથી નુક્શાન ભોગવે છે. એક તો તે જે વસ્તુ સાફ કરતા હોય છે તે પણ યોગ્ય રીતે સાફ નથી થતી અને તેને પણ મહદ અંશે નુક્શાન પહોંચે છે. અને લિક્વિડ શોપનો પણ મોટા પ્રમાણમાં વ્યર્થ થાય છે.
ત્યારે તેવી કંઇ કંઇ વસ્તુઓ છે જેને સાફ કરવા માટે લિક્વિડ શોપ ના વપરાય તે જાણો આ ફોટોસ્લાઇડરમાં. અને જો તમે પણ આ રીતે લિક્વીડ શોપનો ઉપયોગ કરતા હોવ તો આવું કરવાનું બંધ કરો.

કારની સફાઇ
કદી પણ લિક્વીડ શોપથી કારની સફાઇ ના કરતા આમ કરવાથી કારનો પેન્ટ ધીરે ધીરે ફેડ થઇને નીકળવા લાગશે. જો કે તમે શેમ્પુનો ઉપયોગ કાર વોશમાં કરી શકો છો.

કપડાં ધોવા
અનેક લોકો તેલના ડાઘ જેવા કઠોર ડાઘને નીકાળવા માટે લિક્વિડ સાબુનો ઉપયોગ કપડા ધોવા માટે કરે છે. પણ વાસણ સાફ કરવાનો લિક્વિડ કપડા ધોવા માટે એટલો કારગર નથી નીકળતો. વળી આ લિક્વીડ શોપથી ગ્લાસ, પ્લાસ્ટિક અને મેટલની વસ્તુઓને પણ ના ધોવી જોઇએ.

હાથ સાફ કરવા
વાસણના લિક્વિડ શોપથી તમારા હાથ સાફ ના કરતા. આમ કરવાથી તમારા હાથ ખરાબ થઇ શકે છે.

લેધર
સોફા અને લેધરના કવર કે જેકેટને સાફ કરવા માટે ભૂલથી પણ ડિશવોશના લિક્વિડનો ઉપયોગ ના કરતા. આમ કરવાથી લેધર તેની ચમક ખોઇ બેસસે.

વોશિંગ મશીન
ડિશ વોશરથી વધારે ફીણ ઉત્પન્ન થાય છે. વળી તે કપડાને સાફ કરવામાં પણ અસમર્થ હોય છે. માટે જ ડિશ વોશરનો ઉપયોગ માત્ર વાસણને ધોવામાં જ કરો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
