બાળકોના હાડકા મજબૂત કરવા અને હાઈટ વધારવા ખવડાવો આ 6 ફૂડ
બાળકોના ઝડપી વિકાસ માટે, હાડકા મજબૂત કરવા માટે અને હાઈટ વધારવા માટે તેને આ 6 ફૂડ ખવડાવો.
Food For Height: આજની ફાસ્ટ લાઈફમાં માતાપિતા એટલા બિઝી હોય છે કે પોતાના બાળકોને જાણે-અજાણે જંક ફૂડ, પેક્ડ ફૂડ કે પ્રોસેસ્ડ ફૂડ આપી દેતા હોય છે. જેના કારણે બાળકોમાં પોષક તત્વોની ઉણપ સર્જાય છે. બાળકોનો વિકાસ ધીમો થવો કે હાઈટ ન વધવા માટે પણ પોષક તત્વોની ખામી જવાબદાર છે. પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, મેગ્નેશિયમ અને ફૉસ્ફરસ હાડકાના સ્વાસ્થ્ય માટે તેમજ હાઈટ વધારવા માટે ખૂબ જરુરી છે.

સર્વાંગી વિકાસ માટે તમામ પોષક તત્વો જરુરી
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ પ્રોબાયોટિક્સ, જે એક પ્રકારના બેક્ટેરિયા છે, જે આથાવાળા ખોરાકમાં જોવા મળે છે, જે બાળકોમાં ઊંચાઈ વધારી શકે છે. ડાયેટ અને ન્યૂટ્રિશન સ્પેશિયાલિસ્ટના મતે બાળકોના સર્વાંગી વિકાસ માટે તમામ પોષક તત્વો જરૂરી છે, સાથે સાથે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ ઊંચાઈ વધારવા માટે જરૂરી છે, જેનાથી શરીરમાં લચીલાપણુ જળવાઈ રહેશે. બાળકોના મનને તેજ કરવા માટે મેડિટેશન પણ કરી શકાય છે. આવો જાણીએ એ 6 ફૂડ વિશે જે બાળકો માટે ખૂબ જરુરી છે.

1. દૂધ
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ ગાયના દૂધમાં ડેરી પ્રોટીન, લેક્ટોઝ અને અમુક મિનરલ્સ હોય છે જે ઊંચાઈ વધારવામાં મદદ કરે છે. કુપોષિત બાળકો માટે ગાયનુ દૂધ ખૂબ જ જરૂરી છે. વિવિધ ડેરી ઉત્પાદનોમાં પ્રોટીન, લેક્ટોઝ અને ખનિજોની વિવિધ માત્રા હોય છે જે ઊંચાઈને પ્રભાવિત કરી શકે છે. કયા ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરવો તે નક્કી કરતી વખતે, તે ધ્યાનમાં રાખવુ જોઈએ કે તેમાં પોષક તત્વોનુ પ્રમાણ શું છે.

2. ઈંડા
ઈંડા પોષણથી ભરપૂર હોય છે. ઇંડા ખાસ કરીને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. એ બધા વિટામિન્સ અને મિનરલ્સ ઈંડામાં મળી આવે છે જે ઊંચાઈ વધારવા માટે જરૂરી છે. ઈંડામાં વિટામિન ડી પણ હોય છે જે કેલ્શિયમને શોષી લે છે અને હાડકાંને મજબૂત બનાવે છે.

3. લીલા શાકભાજી
જ્યારે પોષણની વાત આવે ત્યારે લીલા પાંદડાવાળા શાકભાજીને ભૂલી ન શકાય. પાલક, મેથી, તાંદળજો, કેળ અને કોબી જેવા પાંદડાવાળા શાકભાજી પોષણનો ભંડાર છે. પાંદડાવાળા ગ્રીન્સ સામાન્ય રીતે વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ પ્રદાન કરે છે. તે વિટામિન્સથી ભરપૂર હોય છે, વિટામિન્સ હાડકાંને મજબૂત બનાવે છે અને ઊંચાઈ વધારવામાં પણ મદદ કરે છે.

4. ચિકન
ચિકન પ્રોટીન અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર છે. વિટામીન B12 ખાસ કરીને તેમાં જોવા મળે છે, જે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે. તે લંબાઈ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. તેમાં ટૌરિન નામનુ એમિનો એસિડ હોય છે જે હાડકાની રચના અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે.

5. દહીં
દહીં પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને ઝિંકનો સારો સ્ત્રોત છે. જો બાળકને દહીં ન ગમતું હોય તો તેને પનીર ખાવા માટે આપો કારણ કે તે પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન ડી માટે સારુ છે.

6. સોયાબીન
સોયા પ્રોટીન, ફાઈબર અને વિટામિન્સનો બીજો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત, જો તમે શાકાહારી છો તો તે ઇંડાનો શ્રેષ્ઠ વિકલ્પ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
