Diwali 2022 : ફટાકડાથી આંખોને થાય છે નુકસાન, આ રીતે રહો સુરક્ષિત
દિવાળીના તહેવાર પર જો ફટાકડા ન ફોડવામાં આવે તો તહેવારની રોનક અધુરી રહી જાય છે. નાના મોટા સૌકોઇ ફટાકડા ફોડીને આનંદ માણે છે. વર્તમાન સમયમાં ઘણા ફટાકડા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે.
Diwali 2022 : દિવાળીના તહેવાર પર જો ફટાકડા ન ફોડવામાં આવે તો તહેવારની રોનક અધુરી રહી જાય છે. નાના મોટા સૌકોઇ ફટાકડા ફોડીને આનંદ માણે છે. વર્તમાન સમયમાં ઘણા ફટાકડા મોટા પ્રમાણમાં પ્રદુષણ ફેલાવે છે. જેનાથી આપણી આંખોને મોટાપાયે નુકસાન થાય છે.
કેટલીક વાર ફટાકડા ફોડતા સમયે લોકો પોતાની આંખો બાળી અથવા દઝાડી દે છે. તો તહેવારની મજા બરકરાર રાખવા માટે અમે તમને આંખોને સુરક્ષિત રાખવા માટે કેટલીક સાવચેતીની ટીપ્સ આપી રહ્યા છે.

પ્રદૂષણથી થાય છે નુકસાન
ફટાકડાના પ્રદૂષણથી આંખોને નુકસાન થાય છે. જેના કારણે આંખોમાં બળતરા, ખંજવાળ અને લાલાશની સમસ્યા થાય છે. ફટાકડાબનાવવામાં જોખમી રસાયણોનો ઉપયોગ થાય છે, તેનાથી આંખોની રોશની પણ જઈ શકે છે. ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ આંખો ઉપરાંત ફેફસાં અને હૃદયને પણ નુકસાન પહોંચાડે છે.

ધ્યાનમાં રાખો આ બાબતો
- આંખોની સુરક્ષા માટે ગોગલ્સ પહેરો અને ફટાકડા ફોડો. બાકીના સમયે પારદર્શક ચશ્મા પહેરો.
- જો બાળકો ફટાકડા ફોડતા હોય તો તેમની સાથે કોઈ હોવું જરૂરી છે. ફટાકડા ખાલી જગ્યાઓ પર જ સળગાવો.
- ફટાકડા ફોડતી વખતે નાની-નાની વસ્તુઓ આગનું કારણ બને છે, તેથી ફટાકડાને લાંબી લાકડીઓ વડે સળગાવો જેથી ફટાકડા ફોડતાપહેલા તેને દૂર કરી શકાય.
- દાડમ અથવા ચકરી ચલાવતી વખતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે, આ ફટાકડા સુંદર દેખાય છે, પરંતુ ક્યારેક જોરથી ફૂટે છે.

કેવી રીતે રાખશો આંખોની સંભાળ
આંખોને સુરક્ષિત રાખવા માટે ફટાકડાવાળા હાથેથી આંખોને સ્પર્શ ન કરો. ફટાકડા ફોડીને હાથ ધોવા.
જો એવું લાગે કે, ફટાકડાના કેમિકલથી આંખો બળી રહી છે, તો આંખોને ઘસવા અને ખંજવાળવાને બદલે ઠંડા પાણીથી ધોઈ લો.
જો તમે ફટાકડા ફોડ્યા પછી સૂવા જાવ ત્યારે આંખ સાફ કરવા માટેનું ડ્રોપ મૂકીને સૂઈ જાઓ, જેનાથી આંખો સાફ થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
