પિરિયડ્સ દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, ભૂલથી પણ ન કરશો આવી ભૂલ
ઘણી સ્ત્રીઓ તેમના પિરિયડ્સ દરમિયાન સ્નાન કરવાનું પસંદ કરે છે તો અમુક સ્નાન કરવાનું ટાળે છે. જો તમે તે મહિલાઓમાંથી એક છો જે શાવરની નીચે અથવા બાથટબમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને વધુ આરામદાયક અનુભવે છે.
પીડાદાયક પીરિયડ્સની પીડા તમને વારંવાર પથારીવશ કરવા મજબૂર કરી શકે છે. કેટલીક સ્ત્રીઓ પેઇન કિલરની ગોળીઓ, ગરમ પાણીની થેલીઓ અથવા તો ગરમ પાણીથી સ્નાન કરીને પણ આ પીડામાંથી રાહત મેળવે છે. ઘણી સ્ત્રીઓ તેમના પિરિયડ્સ દરમિયાન સ્નાન કરવાનું પસંદ કરે છે તો અમુક સ્નાન કરવાનું ટાળે છે.
જો તમે તે મહિલાઓમાંથી એક છો જે શાવરની નીચે અથવા બાથટબમાં સ્નાન કર્યા બાદ સ્વચ્છ અને વધુ આરામદાયક અનુભવે છે, તો આજે અમે તમને પિરિયડ દરમિયાન સ્નાન કરવા સંબંધિત કેટલીક બાબતો જણાવીશું, જે તમને સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે.
આ વાત તમને થોડી વધારે પડતી લાગી શકે છે, પરંતુ હા, એવી કેટલીક મહિલાઓ હોય શકે છે, જે પિરિયડ્સ દરમિયાન બાથટબમાં આરામ કરવાનો આનંદ માણે છે.
શું તમે વિચારી રહ્યા છો કે, પિરિયડ્સ દરમિયાન બાથટબમાં નાહવું ઠીક છે? ઘણા સહમત થશે અને કેટલાક અસંમત થશે, તે ખરેખર વ્યક્તિગત પસંદગીની બાબત છે!

પિરિયડ દરમિયાન કેવી રીતે સ્નાન કરવું?
તમને સ્વચ્છ રાખવા ઉપરાંત સામાન્ય રીતે સ્નાન કરવાથી તમારા મૂડ અને તણાવના સ્તરો પર ઘણી હકારાત્મક અસરો પડે છે, પરંતુ પીરિયડ્સ દરમિયાન સ્નાનકરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

પેડ્સ, ટેમ્પન્સ અથવા કપ દૂર કરવાનું ભૂલશો નહીં
શાવરમાં લોહી વહેવું ઠીક છે. પેડ અથવા ટેમ્પનને યોગ્ય રીતે ફેંકી દો અને સંક્રમણથી બચવા માટે માસિક કપને નિયમિતપણે ધોઈને સ્વચ્છ રાખો.

દિવસમાં બે વાર સ્નાન કરો
ગંધને રોકવા અને સંક્રમણનું જોખમ ઘટાડવા માટે માસિક સ્રાવ દરમિયાન નિયમિત સ્નાન કરવું જરૂરી છે.

જો તમે બાથટબ વાપરતા હોવ તો તેને સાફ રાખો
જો તમે ટબનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમે તેમાં દાખલ થાવ તે પહેલાં તેને બરાબર સાફ કરો. બાથટબનો ઉપયોગ કર્યા બાદ પણ તેને બરાબર સાફ કરો.

યોનિમાર્ગને બહારથી સાફ કરો
ગર્ભાશય શરીરનો એવો ભાગ છે કે, અંદરથી સફાઈ કરવાથી pH સંતુલન બગડી શકે છે અને ઈન્ફેક્શન થઈ શકે છે. યોનિમાર્ગના બહારના ભાગને પાણીથી સાફ રાખો.

સુગંધિત અને રાસાયણિક ઉત્પાદનોનો ઉપયોગ કરવાનું ટાળો
યોનિમાર્ગને સાફ કરવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો. કઠોર ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં, જે યોનિમાર્ગને બળતરા કરી શકે છે. આ સાથે આવા ઉત્પાદનો એલર્જીઅને સંક્રમણનું કારણ બની શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
