Fitness Secret: અનિલ કપૂરની ફીટનેસનું રહસ્ય
બોલીવુડમાં જ્યારે પણ ફીટ એન્ડ ફાઈન એક્ટરની વાત કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા અનિલ કપૂરની યાદ આવે. આજે પણ તેમની ત્વચાનો ગ્લો જૈસે થે છે. તેમને જોઈને એ અંદાજો લગાવવો મુશ્કેલ થઈ જાય કે તેઓ સોનમ કપૂરના પિતા છે.
અનિલ કપૂર એન્ટી એજિંગના ગુરૂ છે તેમ કહેવું બિલકુલ ખોટું નહિં હોય. અનિલ કપૂરને જોતા તેમની ઉંમર લગભગ 40ની આસપાસ લાગે. પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે આ ડિસેમ્બરમાં તેઓ 59 વર્ષના થશે.
આજે અમે તમને તેમની ફીટનેસના કેટલાક સીક્રેટ અંગે જણાવીશું. જેને આપ પણ ફોલો કરીને તેમની જેમ ફીટ એન્ડ હેન્ડસમ રહી શકો છો. આવો જાણીએ અનિલ કપૂરની ફીટનેસનું સીક્રેટ શું છે.

દિવસની શરૂઆત
યંગ અને કુલ લાગતા અનિલ કપૂરના દિવસની શરૂઆત એક કપ ચાથી થાય છે. ત્યારબાદ તેઓ પ્રોટીનયુક્ત ભારે નાસ્તો કરે છે. નાસ્તામાં તેઓ ઓટ્સ, ઈંડા, ઓમલેટ અથવા તો ફળ લે છે.

Exercise
અનિલ કપૂરના રૂટીનમાં એક્સરસાઈઝ કરવું શામેલ છે. તેઓ દરરોજ જીમમાં બે કલાક પસાર કરે છે. અઠવાડિયામાં બે દિવસ તેઓ જીમમાં જાય છે. અને કદાચ તે જ તેમની ફીટનેસનો જીવન મંત્ર છે.

તેમની Exerciseનું રૂટીન નિમ્ન છે
10 મિનિટ કાર્ડિયો એક્સરસાઈઝ
20 મિનિટ ફ્રી વેઈટ
એક હોટ યોગા રૂટીન
વર્કઆઉટ કર્યા બાદ પ્રોટીન શેકનું સેવન
દરરોજ બોડીના વિવિધ ભાગો માટે જુદી જુદી એક્સરસાઈઝ

સંતુલીત જીવનશૈલી
એક્સરસાઈઝ કરવા માત્રથી ઉંમર વધવી અટકી નથી જતી. પરંતુ તેના માટે જીવનશૈલી સંતુલિત હોવી ખુબ જ જરૂરી છે. અનિલ કપૂર આ વાતને ખુબ જ સારી રીતે સમજે છે. તેઓ ધુમ્રપાન નથી કરતા અને ક્યારેક જ ડ્રીંક કરે છે. તેઓ તણાવ નથી લેતા અને ખુલીને જીવવામાં માને છે.

લંચ
બહાર જમવા કરતા તેઓ ઘરે બનેલું જમવામાં માને છે. ભોજનમાં હળવો ખોરાક લે છે.
સલાડ
ફળ
એક વાડકી દાળ
ઘરે બનેલી રોટી અને ભાત

દિવસનો અંત
દિવસના અંતમાં અનિલ કપૂર ગ્રિલ્ડ ફીશ અથવા તો ચીકન ખાવાનું પસંદ કરે છે. સાથે જ તેઓ મીક્સ વેજીટેબલ ખાવાનું પણ પસંદ કરે છે. તેમની પસંદની ડીશ ફીશ કરી છે. દિવસમાં તેઓ પુરતુ પાણી પીવે છે. તેમનું માનવું છે કે તેનાથી એવરગ્રીન લુક આવે છે.

સાંજ દરમ્યાન
સાંજે અનિલ કપૂર સાઈકલ ચલાવવાનું પસંદ કરે છે. તેઓ કહે છે કે તેઓ આઠ વર્ષના હતા ત્યારથી આમ કરે છે. સમય મળતા જ તેઓ મેડીટેશન કરવાનું પણ પસંદ કરે છે.

શું તમે તેમની જીવન શૈલી અપનાવી શકો છો?
અનિલ કપૂર પોતાના દિવસને ખુબ જ સફળ બનાવે છે. જીમ જવાથી લઈને હેલ્ધી ડાયેટ સુધી, તેમના શીડ્યુલમાં શામેલ હોય છે. જો તમે પણ અનિલ કપૂરની જેમ ફીટ એન્ડ ફાઈન રહેવા માંગતા હોવ તો તમે પણ તેમનો શીડ્યુલ અપનાવો.

પ્રોટીન યુક્ત નાસ્તો
પર્યાપ્ત માત્રમામાં પાણી પીવો
ધુમ્રપાન ન કરો
સકારાત્મક વિચાર
તણાવ મુક્ત જીવન
નિયમીત વ્યાયામ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
