આ દિવાળીએ કલેરીનું ધ્યાન રાખવા આપનાવો આ 10 રીત
ભાઇ વર્ષમાં એક વાર તો આવે છે દિવાળી હવે તેમાં ડાયટીંગના લીધે કરીને મીઠાઇ ખાવા ના મળે તે તો ચાલે કંઇ! અરે તમે ભલે કંઇ કેટલુંય કહો કે "ના મારે તો ડાયટિંગ ચાલે છે..." પણ કંઇ બધા જ તમારી વાત માનીને તમને યમ્મી આઇટમ ઓફર નહીં કરે તેવું થોડીને બનશે. અને ધણીવાર જ્યારે આપણી ભાવતી મીઠાઇ કે વાનગી આપણે આંખ આગળ આવે છે ત્યારે પણ આપણું મન મક્કમ નથી રહેતું.
ત્યારે આ દિવાળીમાં મીઠાઇઓ ખાઇને પણ ફીટ અને ચુસ્ત કેવી રીતે રહેશે તેના કેટલાક સરળ ઉપાયો આજે અમે તમને જણાવાના છીએ. જે દ્વારા તમારે તમારી ઇચ્છાઓને પણ કાબુમાં નહીં રાખવી પડે અને તમે તહેવારની મઝા માણવાની સાથે તંદુરસ્ત પણ રહેશો.
ત્યારે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર અને જાણો કેવી રીતે તમે આ દિવાળીમાં કેલેરીની ધ્યાન રાખશો. સાથે જ આ ઉપાયો જાણીને જો તમે આ દિવાળીએ ફીટ રહ્યા હોવ તો તમારા અનુભવ અમને નીચેના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો.

દિવાળી માટે પોતાને તૈયાર કરો
સૌથી પહેલા તો દિવાળી માટે પોતાને તૈયાર કરો. દિવાળીના દિવસે નાસ્તામાં સલાડ અને ફળાના તાજા જ્યૂસથી શરૂઆત કરો. બની શકે તો થોડું ચાલી આવો. અને સાંજે પણ હળવો જ ખોરાક ખાવ જેથી દિવસભરમાં તમે જેટલી મીઠાઇઓ ખાઇને કેલરી ખાધી હોય તેને મેનટેઇન કરી શકાય.

ચા કે કોફી
દિવાળીના દિવસે જેટલા ઘરે જઇને ત્યાં લોકો ચા ખાસ ઘરે છે. ત્યારે પ્રયાસ કરો કે આ દિવસે તમે ઓછામાં ઓછું કોફીન પીવો.

કોલા અને કોલ્ડ્રીંગ
એક કોલોની બોટલમાં 145 કેલરી હોય છે. માટે દિવાળી સમયે જો કોઇ તમને સોડાના મીઠા પીણાં કે કોલા આપે તો તેને લેવાનું ટાળો.

વ્યાયામ
દિવાળીના દિવસે જો થાય તો વ્યાયામ કરો. નહીં તો દિવાળી પછીના અઠવાડિયા સુધી નિયમિત પણે વ્યાયામ કરીને દિવાળીની તમામ કેલરીને બાળી નાખો. જો તમે નિયમિત વ્યાયામ કરતા જ હોવ તો દિવાળી બાદ તેમાં થોડો સમય વધારો.

આલ્કોહોલ
દિવાળીની રાતે ધણા લોકો ઓલ્કોહોલ પણ પીતા હોય છે અને દિવાળીને સેલિબ્રિટ કરતા હોય છે પણ તેવું કરતા બચો. અને તંદુરસ્ત રહો.

ફાઇબર અને પાણી યુક્ત આહાર
દિવાળીની મીઠાઇઓ ચકાવ્યા બાદ પ્રયાસ કરો કે તમે ફાઇબર યુક્ત અને પાણી યુક્ત આહાર શોધી વધુ લો. આમ કરવાથી તમારું પેટ ભરેલું રહેશે અને તમને ખોટી ભૂખ નહીં લાગે.

થોડું થોડું ખાવ
દિવાળીના દિવસે અનેક ઘર ગણવાના હોય છે ત્યારે દિવાળીના જ્યાં પણ જાવ ત્યાં થોડું થોડું ખાવ. આમ કરીને તમે ખાવાનો લાભ પણ ઉઠાવી શકશો.

ઓછી કેલરી વાળી મીઠાઇ
જે મીઠાઇમાં ઓછામાં ઓછી કેલરી હોય તેવી મીઠાઇને ખાવાનું પસંદ કરો. માવાની મીઠાઇની દૂર રહો.

ડિનર
દિવાળીના સમયે તમને રાતના શું ખાવ છો તેનું પણ ખાસ ધ્યાન રાખો. વધુમાં દિવાળીના દિવસે ખૂબ મોડે સુધી ખાવાનું ટાળો. તથા ભોજન બાદ છાશ પીવાનું ખાસ યાદ રાખો.

તેનાથી પાચન સારું થશે
તો આ રીતે કરો દિવાળીમાં પોતાની કેલરી ઓછી કરો. અને દિવાળીની મઝા લો. "હેપ્પી દિવાળી!."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
