2030 માં ભારતમાં કામ કરતા બંધ થઈ જશે તમામ 5G ફોન? જાણો કેમ?
ભારતમાં મોબાઈલ ક્રાંતિ ઝડપથી થઈ રહી છે. એક તરફ હેન્ડસેટ ઝડપથી બદલાઈ રહ્યાં છે તો બીજી તરફ નેટવર્કમાં ક્રાંતિકારી ફેરફાર થઈ રહ્યાં છે.
જાણકારોનું માનીએ તો હાલ ભારતમાં 5G મોબાઈલ નેટવર્ક છે તેની જગ્યાએ 2030 સુધીમાં 6G નેટવર્ક અસ્તિત્વમાં આવી જશે.

અહેવાલો અનુસાર, 6Gની સ્પીડ 5G કરતા 100 ગણી વધારે હશે. આ સિવાય 6G નેટવર્ક ઉપકરણના બેટરી બેકઅપને પણ વધારશે. ભારતમાં 2030 સુધીમાં આ 6G નેટવર્ક શરૂ થઈ જશે.
IIT-BHU ખાતે ભારત 6Gના મહાનિર્દેશક રાજેશ કુમાર પાઠકે જણાવ્યુ છે કે, 6G ગામડાં કે શહેરોમાં મોટા ટાવર લગાવવામાં આવશે નહીં. આ માટે શહેરથી ગામડાં સુધી ઇલેક્ટ્રિક થાંભલાઓ પર તેના શેલ લગાવવામાં આવશે.
જાણકારી અનુસાર, આ શેલ્સ સંપૂર્ણપણે સેન્સર બેઝ પર કામ કરશે. તેનું વજન પણ લગભગ 8 કિલો હશે. રાજેશ કુમાર પાઠકે જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2030 સુધીમાં 6G લોન્ચ કરવામાં આવશે. 6G લોન્ચ કરવાના મામલે ભારત વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે. 6જી નેટવર્કમાં પણ સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.
6G આવતા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી લોકો એકબીજા સાથે વાત પણ કરી શકશે. મોબાઈલ ફોનની બેટરી 6G નેટવર્કમાં વધુ બેકઅપ વધુ આપશે. આ નેટવર્ક સંપૂર્ણપણે સેન્સર બેઝ હશે. જ્યારે તમે ઉપકરણ પર કોઈ કામ કરશો ત્યારે જ તે સક્રિય રહેશે નહીં તો તે સ્લીપ મોડમાં જતું રહેશે.
ઘણા લોકોને લાગે છે કે 6G દાખલ થયા પછી 5G ફોન કામ કરશે નહીં. જો કે આ વાત સત્ય નથી, માહિતી અનુસાર, 6G આવ્યા પછી પણ 5G ફોન કામ કરશે અને તેને અપડેટ કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
