2,000થી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ બેસ્ટ સ્માર્ટફોન
કદી કોઇ દિવસ તમે બહાર નીકળ્યા હોવ અને ફોન ઘરે ભૂલી ગયા હોવ તેવું બન્યું છે. આવા જ સમય આપણને આજકાલના સ્માર્ટફોનની કિંમત સમજાય છે જે હવે ખાલી વાતચીતના માધ્યમ કરતા કંઇક વિશિષ્ટ બની ગયો છે. આજ કાલ બધાની જોડે સ્માર્ટફોન હોય છે. અને તમામ લોકો આ લેટેસ્ટ ટેકનોલોજીનો લાભ ઊઠાવવા માંગે છે.
પણ જ્યાં એક બાજુ મોંધા ફોન અને બ્રાન્ડેડ કંપનીના ફોન લેવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યાં જ કેટલાક લોકો તેવા પણ છે જે સસ્તા દરે નવી ટેકનોલોજીનો વધુમાં વધુ લાભ ઉઠાવવા માંગે છે. તેમના મતે દર બે ત્રણ વર્ષે ફોન બદલાનો હોય તો તેમાં મોટી મૂડી નાંખવી મૂર્ખામી છે.
તો જો તમે પણ ઓછા બજેટવાળો પણ કારગર સ્માર્ટફોન શોધી રહ્યા હોવ તો તમારી આ શોધ અમારા આ આર્ટીકલ સાથે પૂર્ણ થાય છે. આજે અમે તેમને કેટલાક એવા બેસ્ટ સ્માર્ટફોન વિષે જણાવાના છીએ. જેની કિંમત બે હજાર રૂપિયા કે તેનાથી પણ ઓછી છે. તો જાણો આ સ્માર્ટફોન વિષે જે ખરેખરમાં ખૂબ સસ્તા દરે ઉપલબ્ધ છે...

ઇન્ટેક્સ ક્લાઉડ એફએક્સ
આ ફોન તે લોકો માટે એકદમ પરફેક્ટ છે જે સ્માર્ટફોનમાં વધુને વધુ ફિચર્સ ઇચ્છે છે. આ ફોન બેસિક યુઝ માટે પણ સારો છે. સાથે જ ફાયરફોક્સ ઓએસની મદદથી તમે સોશ્યલ મીડિયા સાથે પણ જોડાઇ શકો છો.

માઇક્રોમેક્સ એક્સ097
માઇક્રોમેક્સ એક્સ097માં અનેક આકર્ષક ફિચર છે. તેનું પેડ ખૂબ જ ક્લિયર અને સારું છે. અને તેમાં ડ્યૂઅલ સિમ પણ છે. તેની કિંમત 1,288 રૂપિયા છે.

સૈમસંગ ગુરુ મ્યૂઝિક 2
આ ફોનમાં તમને સારી સાઉન્ડ ક્વોલિટી અને લોંગ બેટરી મળશે. પણ તમે તેમાં એસડી કાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો. તે 1,550 રૂપિયાથી ઓછી કિંમતમાં મળે છે.

નોકિયા 130
ફિચર ફોન નોકિયા 130માં તમે કોલ, મેસેજ અને મ્યૂઝિક સાંભળી શકો છો. તેમાં યૂઝરને એફએમનો વિકલ્પ પણ મળે છે. ડ્યૂઅલ સિમ પણ છે. આ ફોન 1,570 રૂપિયામાં મળે છે.

નોકિયા 108
આ ફોન ડ્યૂઅલ સિમ સપોર્ટ કરે છે. ઓછી કિંમતમાં સારો વિકલ્પ આપે છે. તેની કિંમત 1,814 રૂપિયા છે.

નોકિયા 105
નોકિયા 105 એક સારો વિકલ્પ છે. આ ફોન તમારી તમામ બેઝિક જરૂરિયાતોને પૂરી કરે છે.

સૈમસંગ ગુરુ 1200
આ ફોન સારા સાઉન્ડ ક્વોલિટી આપે છે પણ તેની બેટરી પર લોંગ લાઇફ આપે છે.

કાર્બન કે ફોન 1
આ ફોનમાં અનેક ખાસ ફિચર્સ છે. તે સિવાય તે આકર્ષક પણ છે. વળી તેની બેટરી પર પાવરફુલ છે. અને તે 1690 રૂપિયામાં મળે છે.

માઇક્રોમેક્સ X2814
આ ડ્યૂઅલ સિમ ફોન માત્ર 1439 રૂપિયામાં મળે છે. તે દેખવામાં આકર્ષક પણ છે અને તેમાં કમાલના ફિચર્સ પણ છે.

માઇક્રોમેક્સ બોલ્ટ a24
આ માઇક્રોમેક્સનો શાનદાન બેજટ ફોન છે. તેમાં કેમેરો પણ છે અને કિંમત પણ 1990 રૂપિયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
