Budget smartphones : લેટેસ્ટ ઓએસ સાથે આવે છે આ 5 બજેટ સ્માર્ટફોન્સ, જાણો ફોનના ફીચર્સ
Budget smartphones : હાલમાં જ આવા ઘણા બજેટ સ્માર્ટફોન છે, જેને એન્ડ્રોઇડ 13 અપડેટ આપવામાં આવ્યું છે. અમે તમને કેટલાક એવા બજેટ સ્માર્ટફોન વિશે જણાવીશું જેની કિંમત 20000 રૂપિયાની રેન્જમાં છે.
Budget smartphones : વર્તમાન સમયમાં સ્માર્ટફોન એ દરેક વ્યક્તિના જીવનનો મહત્વપુર્ણ હિસ્સો બની ગયો છે. આ સાથે જો ફોન ન હોય તો ઘણા કામ પણ અટકી જાય છે. આવા સમયે આપણે સમયાંતરે આપણો ફોન અપડેટ કરતા રહીએ છીએ. આજે આપણે આ અહેવાલમાં Android 13 ઓપરેટિંગ સિસ્ટમ આવતી હોય તેવા સ્માર્ટફોન્સ વિશે જાણીશું.

Android 13 ઓપરેટિંગ સિસ્ટમ
એન્ડ્રોઇડ 13 એ ગૂગલની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમનું લેટેસ્ટ વર્ઝન છે. ઉલ્લેખનીય છે કે, આ OS ને પહેલીવાર ગયા વર્ષે ઓગસ્ટમાંGoogle Pixel ફોનમાં રોલઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યારથી, તેણે Samsung, OnePlus, Realme અને Oppoના ફોનમાંપોતાની જગ્યા બનાવી છે, પરંતુ હજુ પણ ઘણા એવા ફોન છે, જે Google OS ના આ વર્ઝન પર નથી ચાલતા. આજે અમે તમને આવાજ કેટલાક બજેટ ફોન વિશે જણાવીશું, જે એન્ડ્રોઇડ 13 સાથે આવે છે.

Realme 9 Pro 5G
Realme 9 Pro 5G રૂપિયા 18,999 ની પ્રારંભિક કિંમતે રજૂ કરવામાં આવ્યો છે. તે ઓક્ટા કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર દ્વારાસંચાલિત છે, જેમાં 8 GB સુધીની RAM છે. બેટરી વિશે વાત કરીએ તો, Realme 9 Pro 5G માં 33 W ડાર્ટ ચાર્જ સપોર્ટ સાથે5,000 mAh બેટરી છે.

Oppo F21s Pro
Oppo F21s Pro સ્માર્ટફોનમાં Octa-core Qualcomm Snapdragon 680 પ્રોસેસર ઉપલબ્ધ છે. જે 8 GB RAM અને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે જોડાયેલા છે.
ઉલ્લેખનીય છે કે, આ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. કિંમતની વાત કરીએ,તો તમે તેને 20,999 રૂપિયામાં ખરીદી શકો છો.

Realme 9i
Realme 9i ફોનની કિંમત 14,999 રૂપિયાથી શરૂ થાય છે અને તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 પ્રોસેસર છે. આ સ્માર્ટફોનમાં6 GB સુધીની RAM સાથે 6 GB સુધીની વર્ચ્યુઅલ રેમ સપોર્ટ પણ છે. Realme 9i 5G બે સ્ટોરેજ વિકલ્પોમાં આવે છે - 64 GBઅને 128 GB, જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વિસ્તૃત કરી શકાય છે.

OnePlus Nord CE 2 Lite 5G
OnePlus Nord CE 2 Lite 5G ની કિંમત રૂપિયા 18,999 થી શરૂ થાય છે. આમાં તમને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં64 MP મુખ્ય સેન્સર, 2 MP ડેપ્થ અને 2 MP મેક્રો સેન્સર શામેલ છે.
સેલ્ફી માટે આ ફોનમાં 16 MP ફ્રન્ટ કેમેરા પણ છે. તેમાંQualcomm Snapdragon પ્રોસેસર અને 5000 mAh બેટરી છે.

Samsung Galaxy M33
તમે Samsung Galaxy M33 ફોનને રૂપિયા 12,999ની શરૂઆતની કિંમતે ખરીદી શકો છો, જેમાં તમને ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયોજી80 ચિપસેટ મળે છે.
Samsung Galaxy M33 માં 90 Hz રિફ્રેશ રેટ સાથે 6.4 ઇંચની FHD+ ડિસ્પ્લે છે. આ ઉપરાંત કોર્નિંગગોરિલા ગ્લાસ 5 કોટિંગ દ્વારા સુરક્ષિત આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
