Redmi Note 13 Pro Plus : 200 MP કેમેરા સાથે આજે લોન્ચ થશે રેડમીનો નવો ફોન, જાણી લો દમદાર ફીચર્સ
Redmi Note 13 Pro Plus : ચાઇનીઝ ટેક બ્રાન્ડ રેડમીની ભારતીય માર્કેટમાં સારી એવી પકડ છે. ભારતીય બજારમાં બજેટ અને મિડરેન્જ સેગમેન્ટમાં રેડમીનો સ્માર્ટફોન ઘણો પસંદ કરવામાં આવે છે. કંપની પોતાના ફેન્સને સસ્તા અને મોંઘા ફોન લોન્ચ કરતી રહે છે.
જો તમે પણ Redmi ના ફેન છો, તો તમારા માટે સારા સમાચાર છે. કંપની આજે નવી સિરીઝ Redmi Note 13 લોન્ચ કરવા જઈ રહી છે. Redmi Note 13 અને Note 13 Pro Plus આ સિરીઝમાં સામેલ થઈ શકે છે.

Xiaomi ની સબ-બ્રાન્ડ Redmi એ તાજેતરના ભૂતકાળમાં ઘણા સ્માર્ટફોન બજારમાં રજૂ કર્યા છે. કંપની હંમેશા તેના ચાહકોને પોસાય તેવા ભાવે પાવરફુલ ફીચર્સ સાથે સ્માર્ટફોન પ્રદાન કરતી આવી છે. આ જ કારણ છે કે, રેડમીએ ખૂબ જ ઓછા સમયમાં આટલો મોટો ગ્રાહક આધાર મેળવ્યો છે. આ નવી સિરીઝમાં પણ Redmi યુઝર્સ માટે મજબૂત ફીચર્સ લાવવા જઈ રહી છે. કંપની Redmi Note 13 Pro+ ને 200MP કેમેરા સાથે લોન્ચ કરી શકે છે.
પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ થશે ફોન
Redmi એ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર આ ફોનના કેટલાક કેમેરા સેમ્પલ શેર કર્યા છે. આ સ્માર્ટફોનમાં યુઝર્સને પાવરફુલ Snapdragon 7s Gen 2 પ્રોસેસર મળશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોસેસર 4nm પ્રોસેસ પર આધારિત છે. કંપનીના જણાવ્યા અનુસાર, યુઝર્સ રોજિંદા કામની સાથે-સાથે ભારે કામ પણ આસાનીથી કરી શકશે.
તાજેતરમાં Redmi Note 13 Pro+ ને લઈને ઘણા લીક્સ સામે આવ્યા છે, જેમાં તેની વિશિષ્ટતાઓ જાહેર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, કંપની કર્વ્ડ એજ ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. કર્વ્ડ એજ ડિસ્પ્લે સાથે આ Redmi નો પહેલો ફોન હશે.
Redmi Note 13 Pro+ ના ફીચર
- Redmi Note 13 Pro+ માં, યુઝર્સને 1.5 K રિઝોલ્યુશન સાથે ડિસ્પ્લે મળશે
- આમાં યુઝર્સને 120Hz ના રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે
- આ સ્માર્ટફોનની પાછળની પેનલમાં 200 MPનો કેમેરો હશે, જે 4X ઝૂમને સપોર્ટ કરશે
- કંપનીએ તેના કેમેરામાં નેગેટિવ, ફોરેસ્ટ ગ્રીન, વિવિડ અને વોર્મ ગ્રીન જેવા ઘણા ફિલ્ટર્સ પણ આપ્યા છે
- આ સ્માર્ટફોન MediaTek Dimensity 7200 Ultra પ્રોસેસર સાથે લોન્ચ થશે
- Redmi Note 13 Pro+ ને પાવર આપવા માટે, તેમાં 5000mAh બેટરી મળશે
- બેટરીને ઝડપી ચાર્જ કરવા માટે, તેમાં 120W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ હશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
