નોકિયા અને સેમસંગના આ ફોનમાંથી કયો છે તમારી પસંદ
તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે અનુસાર સેમસંગ ભારતની સૌથી મોટી સ્માર્ટફોન કંપનીના રૂપમાં ઉભરી રહી છે. સેમસંગે ભારતીય બજારમાં એક સાથે પોતાના સ્માર્ટફોનની એટલી મોટી રેન્જ માર્કેટમાં ઉતારી દીધી છે કે, નોકિયા કંપની ધીરે-ધીરે લોકોની નજરોથી દૂર થવા લાગી છે, પરંતુ હવે નોકિયા પોતાની લુમિયા શ્રેણી થકી ફરી એકવાર ભારતીય બજારમાં પોતાની પકડ મજબૂત કરવાની પૂરજોશ તૈયારીઓ કરવા લાગી છે.
ફીચર ફોન, મલ્ટીમીડિયા ફોન અને સ્માર્ટફોનની રેન્જમાં સેસમંગ 31.5 ટકા શેર સાથે નંબર વનની પોઝીશન પર છે, તો નોકિયા 27.2 ટકા શેર સાથે બીજા નંબર પર છે. એન્ડ્રોઇડની સમરખાણીએ ભારતમાં વિન્ડો 8 સ્માર્ટફોન લોકોને પોતાની તરફ જોઇએ તેટલા આકર્ષિત કરી શક્યો નથી. નોકિયાએ આ વખતે ભારતમાં મિડ રેન્જ સ્માર્ટફોનની રેન્જમાં લુમિયા 625 વિન્ડો 8 હેન્ડસેટ લોન્ચ કર્યો છે.

સાઇઝ અને ડિઝાઇન
લુમિયા 625ની સાઇઝ 133.3 x 72.3 x 9.3mm વજન 144 ગ્રામ છે જેના મુકાબલે ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રોની સાઇઝ 133.3 x 70.7 x 9.65mm અને વજન 159 ગ્રામ છે. સાઇઝના મામલે નોકિયા લુમિયા 625 વધારે મોટો છે અને સાથે જ વજનમાં સેમસંગ કરતા હળવો છે. નોકિાય લુમિયાની બોડી પોલીકાર્બોનેટની બનેલી છે, સાથે જ તેનો કલર પણ બ્રાઇટ છે. જ્યારે સેમસંગને ગ્રાન્ડ ક્વાટ્રોમાં પ્લાસ્ટિક બોડીનો પ્રયોગ કર્યો છે. દેખાવે નોકિયા લુમિયા 625ની સરખામણીએ સેમસંગનો ગેલેક્સી ગ્રાન્ડ ક્વાટ્રો વધારે આકર્ષક લાગે છે.

ડિસ્પલે
સેમસંગ અને નોકિયા બન્નેએ પોતાના સ્માર્ટફોનમાં 4.7 ઇન્ચની આઇપીએસ એલસીડી સ્ક્રિન આપી છે, જે 480 x 800 પિક્સલ સપોર્ટ કરે છે. જ્યારે ગ્રાન્ડ ક્વાટ્રોમાં 199 પિક્સલ પર ઇન્ચ સપોર્ટ આપવામાં આવ્યો છે. બન્ને કંપનીઓએ સ્માર્ટફોનના ડિસ્પલેમાં શાનદાર વ્યૂ મળે છે.

પરફોર્મન્સ
પરફોર્મન્સની વાત કરવામાં આવે તો પ્રોસેસરના મામલે બન્નેની સ્પીડ 1.3 ગીગાહર્ટ્ઝના પ્રોસેસર આપવામાં આવ્યા છે. ગ્રાન્ડ ક્વાટ્રોમાં 1.2 ગીગાર્ટ્ઝ ક્વોડ કોર કોર્ટેક્સ એ5 સીપીયુ આપવામાં આવ્યું છે, જે એન્ડ્રીનો 203 જીપીયુ ગ્રાફિક સપોર્ટ કરે છે. મલ્ટીટાસ્કિંગ માટે ક્વાટ્રોમાં 1 જીબીની રેમ પણ આપવામાં આવી છે. જેના કારણે તે સેમસંગ ક્વાટ્રોમાં આપવામાં આવેલા એન્ડ્રોઇડ ઓએસ ઘણી સ્મૂથ રન કરે છે. લુમિયા 620માં ક્વોલકમ સ્નેપડ્રેગન MSM8930 ચિપસેટ આપવામાં આવ્યું છે. સાથે જ ઘણા શાનદાર ગ્રફિક માટે એડ્રીનો 305 જીપીયુ સપોર્ટ પણ લાગેલા છે. જો કે ફોનમાં 512 એમબી રેમ સપોર્ટ આપવામાં આવ્યા છે, જે સેમસંગ ગેલેક્સી ક્વાટ્રોથી ઓછી છે.

કેમેરા
ગ્રાન્ડ ક્વાટ્રોમાં 5 મેગા પિક્સલ પ્રાઇમરી સેન્સર સાથે રીયર કેમેરા આપવામાં આવ્યું છે, વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 0.3 મેગા પિક્સલ કેમેરા લાગેલો છે. ક્વાટ્રોમાં આપવામાં આવેલા કેમેરામાં સ્માઇલ, ફેસ ડિટેક્શન, ઓટો ફોકસ, જિયો ટેગિંગ અને લિડ ફ્લેશના ફીચર આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેમેરામાં 720 પિક્સલના વીડિયો 30 ફ્રેમ પર સેકેન્ડની સ્પીડથી ડાઉનલોડ કરી શકે છે. લુમિયા 625માં 5 મેગા પિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે, જ્યારે ફ્રન્ટમાં વીજીએ કેમેરા આપવામાં આવ્યો છે, પરંતુ સેમસંગ ક્વાટ્રોની સરખામણીએ લુમિયા 1080 પિક્સલ ક્વાલિટીના વીડિયો 30 ફ્રેમ પર સેકન્ડની સ્પીડથી રેકોર્ડ કરી શકે છે. જો કે, બન્ને સ્માર્ટફોનમાં ફોટો ક્વોલિટીમાં કોઇ ખાસ અંતર નથી.

ઓપરેટિંગ સિસ્ટમ
બન્નેની ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણું અંતર છે. સેમસંગ ક્વાટ્રો જ્યાં એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રન કરે છે, તો નોકિયા લુમિયા 620 વિન્ડો 8 પ્લેટફોર્મ પર રન કરે છે. જો તમે અનેક એપ્લીકેશન ડાઉનલોડ કરવાનો શોખ છે તો સેમસંગમાં ક્વાટ્રો તમારમા માટે ખરીદવા સારા છે, કારણ કે નોકિયા લુમિયા 620માં વિન્ડો 8 પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે. જેમાં લિમિટેડ એપ્લીકેશન છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
