5 કારણ, જે લિનોવો પી780ને બનાવે છે ખાસ
આજકાલ દરકે પ્રોફેશનલ એક એવો ફોન ઇચ્છે છે જે તેના સ્ટેટ્સને મેંટેન કરવાની સાથે તેની તમામ પ્રોફેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરે જેમકે, મેઇલ ચેક કરવા, ક્લાઇંટને મેનેજ કરવા, પોતાની નોટ્સ બનાવવી, આ ઉપરાંત તે ઇચ્છે છે કે, તે પોતાની પર્સનલ લાઇફને મેનેજ કરવા માટે અન્ય બીજા સ્માર્ટફોન ના લેવો પડે. આ તમામ સુવિધાઓ જો તેને તેના બજેટ અનુસાર મળે તો પછી બે અલગ-અલગ સ્માર્ટફોન લેવાની જરૂરત શું છે. આવા સ્માર્ટફોન ઇચ્છતા લોકો માટે લિનોવોનો પી780 સૌથી શ્રેષ્ઠ હેંડસેટ છે, જેમાં લુક, ડ્યુરેબિલ્ટી, ફીચરને વ્યાજબી કિંમત સાથે આપવામા આવ્યા છે.
એક તરફ જ્યાં મોબાઇલ મેન્યુફેક્ચર પોતાના ફોનમાં દમદાર પ્રોસેસર આપે છે, તો તેમાં બીજા ફીચર ભુલી જાય છે, કોઇની બોડી નબલી હોય છે તો કોઇનામાં બેટરી બેકઅપ સારુ નથી, પરંતુ લિનોવો પી780માં તમને ના તો બેટરી બેક અપની ચિંતા રહેશે અને ના તો તમને તમારા પર્સનલ અને પ્રોફેશનલ કામો માટે બે અલગ-અલગ સ્માર્ટફોન લેવાની જરૂર પડશે.
લિનોવો પી780માં 5.0 ઇંચની આઇપીએસ સ્ક્રીન આપવામાં આવી છે, જે 1280 x 720 રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે. ફોનની સ્ક્રીનમાં 5 પોઇન્ટ મલ્ટીટચ સપોર્ટ આપવામાં આવ્યા છે, એટલે કે તેની સ્ક્રીનમાં પાંચ સ્થાનો પર એક સાથે ટચ કરી શકાય છે. હેંડસેટમાં એમટીકે 6589 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર આપવામા આવ્યું છે. સાથે જ VR SGX544 પાવર અને 1 જીબીની રેમ આપવામાં આવી છે. આ સાથે જ મોટી ખાસિયત છે 4000 એમએએચ બેટરી જે આ રેંજને બીજા અન્ય સ્માર્ટફોનમાં આપવામાં આવી નથી.
ફોનની બેટરી 3જીમાં 25 કલાકનો ટોક ટાઇમ અને 2જીમાં 43 કલાકનો ટોક ટાઇમ આપે છે. બીજા ફીચર પર નજર ફેરવીએ તો લિનોવો પી780મા એન્ડ્રોઇડ 4.2.1 જેલીબીન ઓએસ સાથે 8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં ઓટોફોકસ, લિડફ્લેશ અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી ફીચર્સ પર નજર ફેરવીએ તો તેમાં માઇક્રોયુએસબી બ્લ્યુટૂથ 3.0, યુએમટીએસ, એ જીપીએસ સાથે પ્રાક્સિમિટી સેંસર, એંબિયેંટ લાઇટ સેંસર, એફએમ રેડિયો સપોર્ટ આપવામાં આવ્યો છે.

બેટરી લાઇફ
ફોનમાં આપવામાં આવેલી 4000 એમએએચ બેટરી તમને ચિંતા વગર ફોનને વાપરવાની આઝાદી આપે છે. અમે ફોનને ટેસ્ટ કરીને જોયો, જેમાં જાણવા મળ્યું કે તમે સાધારણ તરીકે ફોનનો ઉપયોગ કરતા હોવ તો તમને ફોનમાં 2 દિવસ સુધીનું જોરદાર બેટરી બેકઅપ મળે છે, અને જો ફોનમાં નેટનો ઉપયોગ ના કરો તો 3 દિવસનું બેટરી બેક અપ મળે છે.

મેટલ બોડી
લિનોવો પી780ની મજબૂતીનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, તમે કોઇપણ પરિસ્થિતિમાં તેનો પ્રયોગ કરી શકો છો, તેની બોડી ફુલ મેટલની બનેલી છે. ફોનના અમે અનેક ડ્રોપ ટેસ્ટ પણ કર્યા, જેમાં તે ખરો ઉતર્યો છે.

ડ્યુલ સિમ સપોર્ટ
લિનોવો પી780માં ડ્યુલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે, જે ભારતીય ઉપભોક્તાની સૌથી મોટી જરૂરિયાત છે. તેની મદદથી તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ કનેક્ટ અલગ-અલગ રીતે મેનેજ કરી શકો છો. એટલું જ નહીં ફોનમાં એક સિમથી બીજા સિમમાં સહેલાયથી કોન્ટેક્ટને સ્વાઇપ પણ કરી શકાય છે.

એચડી સ્ક્રીન
પી780માં શાનદાર એચડી સ્ક્રીન આપવામાં આવી ચે, જેમાં બ્રાઇનેસ અને સોલિડ વ્યુ એંગલ યુઝરથી તમે સારી તસવીર જોવાનો અનુભવ મેળવી શકો છો. આ સાથે તેમાં આપવામાં આવેલો એચડી વીડિયો સપોર્ટ તમને શાનદાર વીડિયો ક્વોલિટી પ્રદાન કરે છે.

વેલ્યુ ફોર મની
વેલ્યુ ફોર મની એટલે કે લિનોવો પી780ને ખરીદીને તમે તમારા પૈસાનો સંપૂર્ણ સદુપયોગ થશે. તેની કિંમત તેમના ફીચર્સને જોતા વ્યાજબી છે. ફોન જ્યારે લોન્ચ કરવામાં આવ્યો તો તેને 4 જીબી ઇન્ટરનલ મેમરી સાથે ઉતારવામાં આવ્યો હતો, જેમાં 32 જીબી સુધી મેમરી વધારી શકાતી હતી, પરંતુ આ દિવાળીએ લિનોવોએ પી780ને 8 જીબી ઇન્ટરનલ મેમરી વર્ઝન સાથે લોન્ચ કર્યો છે, જેની કિંમત 18 હજાર રૂપિયા છે, આ પહેલાં 4 જીબી ઇન્ટરનલ મેમરીવાળા વર્ઝનની કિંમત 17 હજાર રૂપિયા હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
