Drone Rules in India: સામાન્ય માણસ કેટલુ મોટુ ડ્રોન ખરીદી શકે? જાણો નિયમ?
Drone Rules in India: ડ્રોન શબ્દ સાંભળતાં જ ગેજેટ પ્રેમીઓ હરખઘેલા થઇ જતા હોય છે. ગેજેટ લવર્સ હોય અને ડ્રોન વસાવવાનું સપનું ના હોય એ શક્ય જ નથી, પરંતુ શું તમે જાણો છો? ડ્રોન ઉડાવવા તો ઠીક ડ્રોન ખરીદવા બાબતે પણ કેટલાક નિયમો રહેલા છે. સામાન્ય માણસ તરીકે આપણે બધા જ પ્રકારના ડ્રોન ખરીદી શકતા નથી.

હાલ દુનિયાભરમાં યુદ્ધના મેદાનથી લઈને ખેતરોમાં ખેતી સુધી ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. હવે ભારતમાં પણ ડ્રોન દીદી જેવી યોજનાઓ શરૂ છે.
જણાવી દઈએ કે, જો તમે ડ્રોન ઉડાડવા માંગો તો તમારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા જારી કરવામાં આવેલા નવા ડ્રોન નિયમો 2021થી વાકેફ હોવું જરૂરી છે. આ નિયમો નેવી, આર્મી અને એરફોર્સ સિવાય તમામ લોકો માટે છે.
આ નિયમો અનુસાર, જો તમે કોઈપણ ડ્રોન ખરીદો છો તો તમારે તેને ડિજિટલી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ સિવાય તમારે ડ્રોન ક્યાં ઉડાવવું છે તેની માહિતી પણ આપવી પડે છે.
ડ્રોન ગમે તેટલું નાનું હોય તો પણ તમે તેને પરવાનગી વિના ઉડાડી શકતા નથી. જો તમે પરવાનગી વિના ડ્રોન ઉડાડતા પકડાવ તો તમારી સામે એરક્રાફ્ટ એક્ટ 1934ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ડ્રોનને ત્રણ સ્તરમાં વહેંચવામાં આવ્યા છે. નાના ડ્રોન, મધ્યમ ડ્રોન અને મોટા ડ્રોન. નાના ડ્રોનનું વજન 2 થી 25 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. મધ્યમ ડ્રોનનું વજન 25 થી 150 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. જ્યારે મોટા ડ્રોનનું વજન 150 થી 500 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. આનાથી મોટા કોઈપણ ડ્રોન UAV એરક્રાફ્ટ નિયમો 1937 હેઠળ આવે છે.
જો તમારે ડ્રોન ઉડાડવું હોય તો આ માટે તમારે ડ્રોન ઉડાડવા માટે યોગ્યતાનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. આ સિવાય તમે જે પણ ડ્રોન ખરીદો તેનો UIN નંબર ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પરથી જનરેટ કરવો જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
