Whatsapp Features Update : અજાણ્યા વોટ્સએપ ગ્રુપથી પરેશાન છો? તમારા માટે આવી ગયુ છે શાનદાર ફિચર
Whatsapp Features Update : વોટ્સએપમાં આજકાલ ગ્રુપની ભરમાર જોવા મળી રહી છે. ઘણા લોકો તમને પુછ્યા વગર જ ગ્રુપમાં એડ કરી લેતા હોય છે.
જો તમે પણ આવા ગ્રુપથી પરેશાન છો તો તમારા માટે એક શાનદાર ફિચર આવી ગયુ છે. આ ફિચર તમને અજાગ્યા ગ્રુપમાં એક કરતા લોકોથી આઝાદી અપાવી દેશે.

WhatsApp એ હાલમાં જઆ ફિચર લોન્ચ કર્યુ છે. આ તમને તમારી પરવાનગી વિના કોઈપણ જૂથમાં ઉમેરવાથી બચાવે છે. વોટ્સએપનું આ નવું ફીચર તમને કોણ ગ્રુપમાં ઉમેરી શકે છે અને કોણ નહીં તેના પર કંટ્રોલ આપે છે.
હવે ફિચરમાં તમે તમે નક્કી કરી શકો છો કે તમને ગ્રુપમાં કોણ ઉમેરી શકે છે. આ સુવિધા ખાસ એવા યુઝર્સ માટે ઉપયોગી છે જે તેમની પ્રાઈવર્સીને લઈને પ્રત્યે સતર્ક રહે છે.
આ ફિચર લાગુ કરવા તમારે સૌથી પહેલા વોટ્સએપ એપ્લિકેશનમાં સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીં તમે પ્રાઈવર્સીનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. તમારા પ્રાઈવર્સી સેટિંગ્સમાં ગ્રુપ્સ વિકલ્પ પસંદ કરો. હવે તમને અહીં ત્રણ વિકલ્પો મળશે.
કોઈપણ તમને ગ્રુપમાં ઉમેરી શકે છે. ફક્ત તમારા સાચવેલા સંપર્કો જ તમને જૂથોમાં ઉમેરી શકે છે. તમે પસંદ કરી શકો છો કે કયા લોકોને તમને જૂથોમાં ઉમેરવાથી બ્લોક કરવા માંગો છો.
જો કોઈ તમને ગ્રુપમાં ઉમેરવા માંગે છે અને તમારી સેટિંગ્સમાં પરવાનગી નથી તો તે તમને ગ્રુપમાં ઉમેરવાને બદલે આમંત્રણ મોકલી શકે છે. આ ઈન્વાઈટ 72 કલાક માટે માન્ય છે અને તમે તેને સ્વીકારી અથવા નકારી શકો છો.
અનિચ્છનીય ગ્રુપ સામે રક્ષણ, ગોપનીયતાને વધુ મજબૂત બનાવવી, યુઝર્સને વધુ સારું નિયંત્રણ વગેરે વોટ્સએપનું આ ફીચર યુઝર્સને સલામત અને અનુકૂળ અનુભવ પૂરો પાડે છે. જો તમે હજુ સુધી આ સુવિધાનો ઉપયોગ કર્યો નથી તો તેને તરત જ સક્રિય કરો અને તમારા અનુભવને વધુ સારો બનાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
