ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇ વિશે જાણવું જરૂરી છે
કેલિફોર્નિયા, 11 ઓગસ્ટ: એક વાર ફરીથી ભારતીય ધુરંધરોએ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરાવ્યું છે, અમે વાત કરી રહ્યા છીએ ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇની, જેમને ગૂગલ કંપનીએ પોતાના સીઇઓ બનાવ્યા છે.
આવો જાણીએ ભારતીય મૂળના આ પ્રતિભાવાન સીઇઓની ખાસ વાતો...
- સુંદર પિચાઇનો જન્મ 12 જુલાઇ 1972ના રોજ ચેન્નઇમાં થયો હતો.
- તેમનું અસલી નામ પિચાઇ સુંદરરાજન છે.
- સુંદરે આઇઆઇટી ખડગપુરથી Metallurgical Engineeringનો અભ્યાસ કર્યો છે.
- આઇઆઇટી ખડગપુરથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ સુંદરે stanford University થી માસ્ટર્સ કર્યું.
- ત્યારબાદ તેમણે પેન્સિલવાનિયા યુનિવર્સિટીથી એમબીએ કર્યું.
- છેલ્લા 11 વર્ષોથી સુંદર પિચાઇ ગૂગલ સાથે જોડાયેલા છે.
સુંદર પિચાઇના રસપ્રદ વ્યક્તિત્વ અંગે જાણો વધું...

ગૂગલના નવા સીઇઓ સુંદર પિચાઇ
ગૂગલના કો-ફાઉંડર લૈરી પેજે સુંદરનો ગૂગલમાં સ્વાગત કરતા જણાવ્યું કે મને લાગે છે કે સુંદર પોતાના નામની જેમ ગૂગલને વધૂ સુંદર અને સ્વચ્છ બનાવશે. લૈરી પૈજે આ વાતો પોતાના બ્લોગ પર લખી છે.

11 વર્ષોથી ગૂગલ સાથે જોડાયેલા છે
સુંદર પિચાઇ છેલ્લા 11 વર્ષોથી ગૂગલથી જોડાયેલ છે, તે આનાથી પહેલા ગૂગલના સીનિયર વાઇસ પ્રેસિડેંટ રહી ચૂક્યા છે. તેમણે એંડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપમેંટમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે.

અંજલિ પિચાઇ
સુંદર પિચાઇની પત્નીનું નામ અંજલિ પિચાઇ છે, તેમને બે બાળકો છે, એક દિકરો અને એક દીકરી છે.

ગૂગલમાં વાઇસ પ્રેસીડેંટ પદ પર હતા
પિચાઇ હજી ગૂગલમાં વાઇસ પ્રેસીડેંટ પદ પર હતા અને તેમને રિસ્ટ્રક્ચરિંગ હેઠળ ગૂગલના સીઇઓ બનાવવામાં આવ્યા છે. તેમના પિતા એક ઇલેક્ટ્રિક એન્જિનિયર રહ્યા છે.

આલ્ફાબેટ ઇંક
ગૂગલે એક નવી કંપની બનાવી છે જેનું નામ છે આલ્ફાબેટ ઇંક. ગૂગલની તમામ કંપનીઓ હવે આ જ કંપનીથી સંચાલીત થશે. ભારતીય મૂળના સૂંદર પિચાઇ હવે ગૂગલના સીઇઓ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
